SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં આ શબ્દનો પ્રયોગ સાધ્વાચારને ઉદ્દેશીને કહેવાય છે કે “હું જ ય માસિના, મોટુંનો દત્તિઅર્થાત્ સાધુ ભગવંત જે કરેલું હોય તેને જ કર્યું તેમ કહે પણ ન કરેલું હોય તો કર્યું તેમ ન બોલે. વિચારજો કે, આપણા સાધુ ભગવંતોની ભાષાસમિતિનો ઉપયોગ કેટલો બધો સમ્રાર્થગ્રાહી અને આત્મપરિણતિથી પરિણત થયેલો હોય છે. મનોનિ (2) - અવતયોગિ(૬) (યતનાપૂર્વક યોગને નહીં આચરનાર, અકૃતયોગી, અગીતાથ) યતનાનો એક અર્થ થાય છે ઉપયોગ. જ્ઞાનયોગ હોય, દર્શનયોગ હોય કે પછી ચારિત્રયોગ હોય તે સાચા અર્થમાં યોગ ત્યારે જ બને છે જયારે તેમાં ઉપયોગ ભળેલો હોય. અન્યથા, તે યોગ અયોગ બની જાય છે અને સાધ્યફળને અપાવનાર બનતા નથી. જે શ્રાવક કે શ્રમણ યતનાપૂર્વક યોગોનું આચરણ નથી કરતો શાસ્ત્રમાં તેને અકતયોગી કહેલો છે. अकडपायच्छित्त - अकृतप्रायश्चित्त (त्रि.) (જેણે પ્રાયશ્ચિત્ત નથી કર્યું તે, આલોચના નહીં લીધેલો) ભવભીરૂ આત્મા હંમેશાં આત્મલક્ષી હોય છે. તેના આચાર-વિચારો સામાન્ય લોકો કરતાં વિશુદ્ધ હોય છે. તેઓ જીવનમાં જાણતા અજાણતા થતા મન-વચન-કાયાના દુષ્કૃત્યો અર્થે આત્મભાવે પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી લેતા હોય છે. જેમને આત્માર્થી બનવું હોય તેમણે તો મનથી ઋજુતા રાખી પ્રાયશ્ચિત્તાદિ વડે પરિશુદ્ધિ રાખવી અત્યન્ત જરૂરી છે. अकडसामायारि - अकृतसामाचारि (पुं.) (ઉપપદુ અને મંડલી એ બે સામાચારીને નહીં આચરનાર) શ્રમણ ભગવંતોના આચારને લગતો આ શબ્દ છે. બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદ્દેશામાં આનો અધિકાર આવે છે. ઉપસંપદા અને માંડલી એમ બે પ્રકારની સામાચારીનું અવિતથ પાલન ન કરનારને અકૃતસામાચારીક કહેવામાં આવે છે. ગઢ - દિન (ત્રિ) (કોમળ, કઠણ નહીં તે). બહારથી કઠોર દેખાતા સાધુ-સંતો હૃદયથી અત્યન્ત કોમળ હોય છે. પોતાના માટે તેઓની ચર્યા ખૂબ જ કઠોર હોય છે. પણ બીજાઓ માટે માખણથી ય વધુ કુણી લાગણી ધરાવતા હોય છે. તેઓને મન કોઈ પાર નથી પણ “વર્ધવાળીની ભાવનાવાળા હોય છે. મUU -- મuf (પુ.). (કર્ણરહિત 2. તે નામનો એક અંતર્લીપ 3. અકર્ણદ્વીપમાં રહેનાર). લવણસમુદ્રમાં સાતસો યોજન પછી આવતો અકર્ણ નામનો સત્તરમો આ અન્તરદ્વીપ સિંહમુખદ્વીપના નૈઋત્ય ખૂણામાં આવેલો છે. ત્યાં પણ મનુષ્યો વસે છે. અત્તરદ્વીપ એટલે ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો ભૂખંડ. જૈન દર્શનોક્ત આવા કુલ છપ્પન દ્વીપો છે. મhઈurછ0 - અછિન્ન, છિન્નt (2) (જેના કર્ણ દાયેલા નથી તે, અખંડ કાનવાળો 2. જેણે શ્રવણ નથી કર્યું તે) અખંડકાનવાળો તેને કહીએ કે જે સાંભળીને સાર ગ્રહણ કરે. સસ્ત્રવણ કર્યા પછી વિવેકને જાગ્રત કરે. જો શ્રવણેન્દ્રિયનો દુરુપયોગ કરવામાં આવ્યો તો ભવાન્તરમાં તે દુર્લભ બનશે. ઘણા લોકો જન્મથી બહેરા હોય છે તેમાં મૂળભૂત આવું જ કારણ સંભવે છે. આપણે બીજાને અપ્રિય લાગે તેવું ન બોલતાં વિવેકપૂર્વક કર્ણપ્રિય બોલવાની કળા શીખી લેવા જેવી છે. વાળ - 3H (જિ.) : (ઠીંગણું, ખર્વ 2. છેદન કરનાર) અતિ દીર્ઘ અને અતિ હ્રસ્વમાં અધિક સત્વ પ્રતિષ્ઠિત હોય છે તેવું નીતિવાક્ય છે. ઠીંગુજીમાં કરિશ્મા કરવાની કુદરતી કળા હોય છે. જેમ વેંતિયા મનુષ્યની શક્તિઓ. એજ પ્રમાણે અતિ દીર્ઘ વ્યક્તિમાં પણ કુદરતી રીતે કોઈક ને કોઈક વિશેષતા હોય છે. અતિ પ્રાચીન કાળમાં પાંચસો ધનુષ્યની કાયાવાળા મનુષ્યોની ભૂખ ચોખાના એક-બે દાણા જેટલા આહારથી સંતોષાઈ જતી હતી. છે ને વિસ્મયતા.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy