________________ કૃતજ્ઞતા-અભિવ્યક્તિ દીક્ષાદાનેશ્વરી, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીગુરુમૈયા, પરમપૂજય આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે કરેલ બેજોડ ઉપકાર.. પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત, પરમપૂજય આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા થયેલ અનહદ અનુગ્રહ... વિદ્વદ્વર્ય પ. પૂ. મુ. શ્રી ગુણવંસવિજયજી મ. સા. એ પ્રસ્તાવના લખી આપીને કરેલો સુંદર અનુગ્રહ... વિદ્યાગુરુવર્ય પ. પૂ. મુ. શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. અને પ. પૂ. મુ. શ્રી તીર્થરત્નવિજયજી (પિતાજી મ. સા.) મ. સા. ની અનન્ય સહાય... સહવર્તી તમામ આત્મીય મુનિવરોનો બેજોડ સહાયકભાવ... વાત્સલ્યનિધિ પ. પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા. ના સુશિષ્યા . સા. શ્રી સૌમ્યરેખાશ્રીજીના શિષ્યા સા. શ્રી નિરૂપરેખાશ્રીજી (બા / મ. સા.) અને સા. શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ. સા.) આ બંને એ સાધ્વીજી ભગવંતોની સતત વહેતી શુભકામના... આ તમામ ઉપકારીઓના ઉપકારનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું... અને હરહંમેશ તેઓશ્રીની પરમકૃપાનું હું ભાજન બનતો રહું એવા આશીર્વાદને ઇચ્છું છું... * પાકાંક્ષી * મુનિ યશરત્નવિજય 11