________________ દ્વિતીય પલવ. પ૦ દ્વિતીય પલ્લવ. વે તે મનરવી પગે પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! અમારા હૃદયમાં ઈષ્ય બલકુલ એજ નહિ, પરંતુ દેવની પણ બેટી પ્રશંસા કરે તે તે અમે સહન કરી શકવાના નહિ; તે પછી મનુષ્યની બેટી પ્રશંસાનું તે પૂછવું જ શું? હે પિતાજી! તમે વારંવાર ધન્યકુમારના વખાણ કરે છે, પણ તેણે તે છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક માણસની માફક લક્ષ દ્રવ્ય મેળવ્યું છે. આવી રીતે મેળવેલ ધન તે કાકતાલીય જેવું ગણાય, તેમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવી શકાયેલું ધન તે હંમેશા તે પ્રમાણમાં મળ્યા જ કરે છે. તેથી આવા કવચિત મળે તેવા ધનને ડાહ્યા માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.” ( આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વક બેલવું સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચોસઠ ચેસઠ સેનાના ભાષા આપ્યા. ત્રણે જણાએ તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઈચ્છાથી પિતપિતાનું કળાકૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફે તે કરીને ઘરે પાછા આવ્યા, તે બધા બત્રીશ ભાષાથી પણ એ છે અથવા બહુ તે તેટલેજ લાભ કરી આવ્યા, પરંતુ ધન્યકુમારને કઈ પહોંચી શક્યું નહિ