________________ પ૦ ધન્યકુમાર ચરિત્ર. પીરસવામાં આવ્યા; વળી ગંગા કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મઠ બનાવેલે અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાંખતે શીખંડ પીરસાયે. આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહ ની આહાર પચાવવાની શક્તિની મન્દતાને નાશ કરનાર મીઠું હળદર તથા મરચાં વિગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પૂરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વિગેરે પિરસાણ; ત્યાર પછી સુગંધી, ઉજવળ, સુકોમળ તથા સ્નિગ્ધ અને સારા ક્ષેત્રમાં ઉગેલા ખંડ અને કલમશાળી વિગેરે જાતના ચેખા, ખાવાની ઈચ્છા ઉદ્ધવ કરનાર મગ, તથા શહેરવાસી લેકીને ખુશ કરવા માટે પીળી તુવેરની 'દાળ પીરસવામાં આવી, તે સાથે બહુજ સુગંધી ઘી તથા અઢાર જાતના શાક દરેક ભાણામાં મૂકવામાં આવ્યા તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીથી બધાં સગાં વહાલાંઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન સોપારી વિગેરે તાંબુળ આપવામાં આવ્યું. ત્યાર પછી સગાં વહાલાં તથા જ્ઞાતિનાં લેકે ધન્યકુમારના વખાણ કરતા કરતા પોતપોતાને ઘરે ગયા. હવે બાકી રહેલ દ્રવ્ય ખરચી નાંખી તેણે પિતાની ભાભીએના જાતજાતના ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અહાર, એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળાં હાર તથા બીજા કનકાવળી, રત્નાવલી અને મુક્તાવાળી વિગેરે કેડ, ડેક, કાન, હાથ વિગેરેમાં શોભે તેવા ઘરેણુ કરાવી તેમને આપ્યા. ભાભીઓ બહુ ખુશી થઈને પિતાના દિયરને કહેવા લાગી કે હે દિયરજી!