________________ પ્રથમ પલ્લવ 5 મળેલ લાભથી આપણા કુટુંબને તમારે ભેજન આપવું.” - હવે પ્રથમ બે પુત્ર ત્રણ સેનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયે; પરંતુ ઘણે પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળે; કારણકે દરેક મનુષ્યને પિતાના કર્મના ઉદય અનુસારજ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તેડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને કુટુંબને ભેજન કરાવ્યું. બીજે દિવસે બીજા ભાઈએ પોતે કમાયેલ ધનથી ચળા લાવી કુટુંબને જમાડ્યું. ત્રીજે દિવસે ત્રીજા ભાઇએ પોતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો. હવે ચોથે દિવસે પિતાએ કરેડે રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પણ ત્રણ સેનાના સિક્કા આપ્યા. પછી જેમ અષાડ મહિનાનું વાદળું જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલ્યા. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઇને બેઠા. તે શેઠ પિતાના મિત્રે લખેલી નેકર સાથે આવેલી ચીઠી નોકરના હાથમાંથી લઈ છાને માને ઉઘાડીને મનમાં વાંચવા લાગે. તે પત્રમાં લખ્યું હતું કે “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહા શુભરથાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જેગ, સાર્થના સ્થાનથી તમારે સ્નેહી મિત્ર અમુક નામને વ્યાપારી નેહ તથા કુશળ સમાચાર પૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે–અહિં સર્વ કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશો. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાર્થવાહ અગણિત કરિયાણાથી ભરેલા ગાડાંઓ