________________ ધન્યકુમાર ચરિત્ર. ભીને ધનસાર શ્રેષ્ઠિના ઘરમાં ચારે બાજુથી ધન ધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિ શાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારો માણસ પાસે ધન્યકુમારના વખાણ કરતે હતે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबांधवाः। कर्माऽन्ते दासभृत्यांश्च, पुत्रा नैव मृताः स्त्रियः // ગુરૂની પ્રત્યક્ષ સ્તુતિ કરવી, મિત્ર ને બાંધવની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિએ કરવી, પુત્રની તે કરવી જ નહીં અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” આમ છતાં પણ શેઠ તે કહેતા કે–જે દિવસથી આ પુત્રને જન્મ થયે છે તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણે બધા શહેરવાસી જનોના ચિત્તને ચેરનારા છે. કોઈ નિપુણ માણસેથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. આગલા જન્મના કેઈ શુભ ભાગ્યના ઉદયથી મારે ઘરે કલ્પવૃક્ષને પુત્રરૂપે જન્મ થયે જણાય છે.” - આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધન્યકુમારના ગુણનું વર્ણન કરવા લાગે તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન કરી ન શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. આ પ્રમાણે બળતા હૃદયે કોપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને પિતાના પિતા ધનસારને બોલાવીને તેઓ કહેવા લાગ્યા કે–બહેપિતાજી! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણ ભરીને જાણે સમુદ્રના મ હઈએ તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ,