________________ - નવમ પવિ. 699 માં રહેલ જેના સ્વામી નહોતા તેવા કરિયાણા ખરીદવા માટે ગામના વ્યાપારીઓને લાવીને કહ્યું કે- આ કરિયાણું - હણ કરે, ગામના ભાવ પ્રમાણે મૂલ્ય આપજે.” તે વખતે બધા વ્યાપારીઓએ એકઠા થઈ જઈને નક્કી કર્યું કે- નગરમાં રહેલા સર્વ વ્યાપારીઓએ ભાગ પાડીને કરિયાણા લઈ લેવા. ધનસારને ઘેર પણ ભાગ ગ્રહણ કરવા માટે આમંત્રણ કરવામાં આવ્યું. તે વખતે તેના મોટા ભાઈઓએ ઈષ્યના દોષથી બાપને કહીને ભાગ લેવા માટે ધન્યને મોકલ્યા. ધન્ય પણ પિતાની આજ્ઞાથી ગયા. સર્વ કરિયાણા નજરે જોઈને તે મધ્યે અનેક સેંકડો કળશા જેના ભરેલા છે તેવી તેજમતુરી તેમણે દીઠી. શાસ્ત્રપરિચય તથા બુદ્ધિકૌશલ્યથી તેણે તેને ઓળખી, પરંતુ બહુ વ્યાપાર કરનારા, કરિયાણની ઉત્પત્તિ-નિષ્પત્તિમાં કુશળ અને વિચક્ષણતા ધારણ કરનારા અન્ય વ્યાપારીઓએ તે ઓળખી નહિ. તેઓ ને તે ક. ળશેને મારી માટીથી ભરેલાજ માનતા હતા; તેથી તેને નહિ ઓળખીને ખળ સ્વભાવથી અને ઈષ્યબુદ્ધિથી મિષ્ટ વચનેવાડે તેને રાજી કરીને તે ઘડાઓ બધા ધન્યને માથે તેઓએ ઢળી નાખ્યા–તેને આપ્યા. ધન્ય પણ પોતાની બુદ્ધિની ચતુરાઈના અતિશયપણાથી તેઓની ખળતા જાણી લઈને તેમને યોગ્ય ઉત્તર દીધે. પછી તે સર્વને પ્રસન્ન કરીને અને સર્વ વ્યાપારીઓના આંખમાં ધૂળ નાખીને અનેક શત કેટી સુવર્ણ કરી આપનારા ‘એ તેજમતુરીના કળશા ગાડામાં ભરીને તેઓ ઘેર લઈ આવ્યા. આ પણ ઉત્કૃષ્ટ ભાગ્યોદયવાળાને જ થાય છે, બીજાને થતું નથી. સાતમું-જ્યારે શેઠની સુકી વાડીમાં એક રાત્રિ તેઓ સુતા ત્યારે તેના અયુત્કૃષ્ટ પુન્યપ્રભાવથી તેજ રાત્રિમાં તે સુકી વાડી નંદનવન જેવી થઈ ગઈ, તેથી તેમની ઘણું આબરૂ વધી. આ