________________ 646 ધન્યકુમાર ચરિત્ર. સાધુઓએ “ધણ થયા-ઘણા થયા” તેમ કહ્યું, તે પણ સર્વે મેદો તેણે વહેરાવી દીધા. કુમારના હૃદયમાં હર્ષ સમાને નહે. પ્રસન્ન વદનથી તે વિનંતિ કરવા લાગ્યો કે–“રવામીએ મારી જેવા બાળક ઉપર આજે મેટી કૃપા કરી, કેમકે મારે ભાવ ખંડિત કર્યો નહિ. હું સારી રીતે જાણું છું કે આપને તેની સ્પૃહા નથી, સાધુને તે તુચ્છ ધાન્ય ઉપર અથવા ઘેબર ઉપર કાંઇ ન્યૂનાધિક પણું હતુંનથી. કેવળ આ બાળકની ઈચ્છા પૂરવા માટે જ કૃપાળુ એવા તમે મારી વિજ્ઞપ્તિ સ્વીકારી છે; આપને ઉપકાર જન્મ પર્યત હું વિસરીશ નહિ, વળી ફરીથી આવો દિવસ ક્યારે આ વશે? આ પ્રમાણે બેલીને તે કુમારે સાધુઓનેવંદના કરી. પછી સાધુએ ધર્મલાભ આપીને પાછા વળ્યા. કુમાર પણ સાત આઠ પગલા સુધી વળાવવા જઈને વંદન કરી દાનની અનમેદના કરતે ઘેર આવી ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયા. કુમારે એ વખતે ભાવલાસવડે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. દૂષણ રહિત અને ભૂષણ સહિત આપેલું દાન અનંત ગણું ફળે છે. દાનના આ દૂષણે છે. अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः। पश्चात्तापश्च पंचाऽमी, सदानं दूषयन्त्यहो // 1 // અનાદર, વિલંબ, વિમુખતા, કટુ વચન અને પશ્ચાત્તાપ એ પાંચ દાનના દૂષણે છે.” સુદાનના ભૂષણે આ પ્રમાણે છે.. आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः। किश्चानुमोदना काले, दानभूषणपंचकम् // 1 // આનંદના અશ્ર, રોમાંચ, બહુમાન, પ્રિય વચન તથા અનુ મેદના તે દાનનાં પાંચ ભૂષણે છે.” '' '' - પૂજા પૂર્ણ થતાં શ્રેષ્ઠીએ પૂછ્યું કે- કહેલા મેદો આપ્યા?' કુમારે કહ્યું કે-હા આપ્યા.” શ્રેણીએ તે વખતે પરિમિત ભાવથી