________________ છે તે સાંભળીને હતિ થઈ મુખ્ય મંત્રીને મારીને ભાવપૂર્વક તેને બેલા. ધર્મદત પણ અદ્ભૂત એકણું લઈને મંત્રીની સાથે રથમાં બેસીને રાજસભામાં આવ્યું અને રાજાને નમસ્કાર કરીએ ભેંટણું આગળ ધર્યું. રાજાએ પણ એ સહુને આપી પિતાની પાસેનાજ પ્રદેશમાં બેસાડ્યો અને કુશળ ૌમના સમાચાર પૂછયા. પછી રાજાએ કહ્યું કે-“તેં મને જે સુવર્ણપુરૂષ આ તેનાવડે સમરત પૃથ્વીના લેકેને અનૃણી કર્યા છે, અને તેથી મારે યશ સર્વત્ર ફેલાયેલ છે, તે સર્વ તારોજ ઉપકાર છે.” ધર્મદત્તે કહ્યું કે-“સ્વામિન ! શા માટે મને ચઢાવે છે ? ગર્વિત કરે છે ? સુવર્ણ પુરૂષ તે તમે જ પ્રકટ કરેલ છે. જે મારા ભાગ્યમાં તે હેત તે શા માટે એક ક્ષણમાં મારા હાથમાંથી તે ચાલ્યું જાત ? વળી આપે તે મારું વિગદુઃખ દૂર કર્યું, અને સુવર્ણ આપીને દારિદ્રયને નાશ કર્યો. મનુથની પંકિતમાં તમે મને મૂક્યો છે. આ પ્રમાણે બંને જણાએ સજજનસ્વભાવથી પરસ્પરના ગુણ ગ્રહણ કર્યા. પછી રાજાએ ધમંદતને નગરશેઠની પદવી આપી અને પટ્ટબંધપૂર્વક ઘણું વસાભરણાદિ આપીને રાજના સામતે અને સર્વ શ્રેણીઓ સાથે મેટી વિભૂતિપૂર્વક, ગીત, નૃત્ય, બંદીજનની બિરૂદાવળી વિગે૨ મોટા ઉત્સવ સહિત તેને ઘેર મેકલ્ય. ધર્મદત્ત પણ યથાયોગ્ય રીતે તાંબુળ, વસ્ત્રાદિક આપીને તે સર્વને વિસર્જન કર્યા. પછી હમેશાં તે રાજસભામાં જવા લાગ્યો અને રાજા પણ તેના માનની વૃદ્ધિ કરવા લાગ્યો. એક દિવસ તેને રાજાએ પૂછયું કે-“તારી પાસે કેટલું ધન છે?ધર્મદતે કહ્યું કે–“સ્વામિન ! આપની કૃપાથી સોલા કરોડ દ્રવ્ય છે, પરંતુ એક મોટું કૌતુક છે તે સાંભળે-પૂર્વ