________________ 614 ધન્યકુમાર ચરિત્ર. કર્યો છે?” આ પ્રમાણે વિલાપ કરતાં બાકીની રાત્રિ મહા દુઃખથી સમાપ્ત કરી. સવારે વિચાર્યું કે-“આ ઉત્પન્ન થયેલ સુવર્ણ પુરૂષ આજ વનમાં રહેનાર કોઈ ચોરી ગયું હશે, તેથી હું રાજા પાસે જઈને તેને પિકાર કરૂં. કહ્યું છે કે-દુર્બળ, અનાથ, સગાસંબંધીઓથી પીડાયેલ, વૈરીઓથી હણાયેલ સર્વને રાજાજ શરણભૂત થાય છે. હેનરાધિપ! તે હું શ્રીપતિ શ્રેષ્ઠીને પુત્ર ધર્મદત અહીંને રહેવાસી છું. મેં તમારી પાસે સુવર્ણપુરૂષની સિદ્ધિ વિગેરેનો ભારે બધે વૃત્તાંત કહ્યો છે. આપની જેવા ઉત્તમ રાજાઓના રાજયમાં માબાપ તે કેવળજન્મ દેનારાજ છે, પરંતુ સમગ્ર જીવન ન અને સર્વ સુખસામગ્રી તે ઉત્તમ રાજા પાસેથી જ મળે છે. હું તેમ વિચારીને જ તમારી પાસે આવે છું, હવે જે તમને ઠીક લાગે તે કરે, હું બીજા કેઈની પાસે જવાને નથી; કારણકે રાજાથી બીજો વધારે કોણ હૈય? કહ્યું છે કે-શઠને દમ, અશઠનું પાલન કરવું અને આશ્રિતનું ભરણપોષણ કરવું તેજ ખરા રાજયચિન્હો છે તે સિવાય તે ગુમડા ઉપર પાટે બાંધીએ તે જ રાજ્યાભિષેકને પટ્ટાબંધ સમજવો. હે સ્વામિન્ ! હું અતિ દુઃખસમુદ્રમાં પડેલ છું, તેથી દુખથી વિહ્વળ થયેલા હૃદયવાળે હું જે કાંઈ ગ્યાયેગ્ય બોલું તે સ્વામીએ મનમાં લાવવું નહિ; કારણકે અતિ દુઃખથી પીડા ચેલની બુદ્ધિ જાડી થઈ જાય છે. દુઃખિત મનવાળાને સર્વ અસહ્ય લાગે છે, તેવું નીતિવાક્ય છે. દુઃખસમુદ્રમાં પડેલ મને તમારું શરણ છે, તમે મારા આધાર છે, મારે તમારૂં જ આલં બને છે, તેથી આપ કૃપા કરીને મને દુઃખમાંથી તાર–ઉગારે મારે ઉદ્ધાર કરે.” " આ પ્રમાણે ધર્મદત્તની વિજ્ઞપ્તિ સાંભળીને સર્વ સમાજને