________________ 578 ધન્યકુમાર ચરિત્ર. વી ઉત્તમ વસ્ત્રાદિકની શોભા કરીને તેઓ કુમારની પાસે ગયા, અને જુહારપ્રામાદિ કરીને તેઓ બેઠા, પછી બોલ્યા કે–“રવામિન ! તમારી શાસ્ત્રમાં અતિ નિપુણતાની ખ્યાતિ સ્થાને રથાને સાંભળીને અમને મોરથ થયો કે અમે કુમારની પાસે જઈએ, અને કાંઇક અભ્યાસ કરીને શાસ્ત્રબોધ પામીએ.” તેથી કર્ણ પવિત્ર કરવા માટે તમારી પાસે આવ્યા છીએ, માટે આપ કૃપા કરીને અમારાં કર્ણને પવિત્ર કરે.” આ પ્રમાણે કહીને વિનયપૂર્વક કુમાર પાસે બેઠા. કુમારે પણ શાસ્ત્રાભ્યાસના અથ દેખીને તેમને બહુ આદર કર્યો અને કહ્યું કે–“હમેશાં સુખેથી આવજે.” પછી તે સર્વે જુગટીઆ હમેશાં કુમાર પાસે જઈને બેસવા લાગ્યા અને કુમાર જે જે કહે છે તે વિસ્મયતાપૂર્વક માથું ધુણાવીને સાંભળવા લાગ્યા. તેમજ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે કરતાં કેટલેક દિવસે તેઓએ કુમારનું ચિત્ત તેમના તરફ આકર્યું. એક દિવસે સંગીતશાસ્ત્રની વાત નીકળતાં એક જુગટીઆએ કહ્યું કે-“અરે કુમાર ! આ શાસ્ત્રમાં એક અદ્વિતીય કુશળ માણસ અત્રે આવેલ છે. અમે તેનું સંગીત સાંભળીને બહુ આનંદ પામ્યા હતા, પરંતુ અમે તેનું રહસ્ય જાણવાને કે કહેવાને સમર્થ નથી. તે સંગીત શાસ્ત્રમાં કુશળ માણસે પૂછયું કે“આ નગરમાં આ શાસ્ત્રના મર્મને જાણનાર કેઈ છે, કે જે મેં કહેલ હાર્દને ગ્રહણ કરીને ઉત્તર આપે ?" અમે કહ્યું-“હા છે.” તેણે કહ્યું–છે તે તમે તેને મને મેળાપ કરાવો.” તેથી જે આપની ઈચ્છા હોય તે આવતી કાલે ત્યાં પધારે. તમે તે સર્વ શાસ્ત્રના અર્થને પાર પામેલા છે, તે પણ મહાન સજજન છે, મનુષ્યને ઓળખનાર છે, ગુણગ્રાહી છે, ઉત્તમ મનુષ્ય છે, તમને જોઈને બહુ પ્રસન્ન થશે, આપ પણ તેને જોશો ત્યારે જાણશે કે તે નિપુણ