________________ 426 ધન્યકુમાર ચરિત્ર. માટે આવાં કારણે ઉપસ્થિત કરી મહાપ્રયાસે તમારી પાસે આવી છું; તેથી તમે હવે હૃદયને જરા દયાળુ કરીને હું જે કહું છું તે હૃદયમાં ધારણ કરે. “જે જેને સંભારે, તેજ સરલતાથી તેને સંભારે છે. આ પ્રમાણેની સજજનની પ્રકૃતિને ઘોષ સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. પરેપકારી સજજન દુર્જનની પ્રકૃતિ જાણતું નથી, તેથી હવે કૃપા કરીને તે રાજાના મનોરથ પૂર્ણ થાય તેમ કરો. તેને મન, વચન, કાયા, ધન, જીવિતવ્યાદિ સર્વ કરતાં તમે વધારે વહાલાં છે, તેનું જેવું થાન તમારા બંને ઉપર છે, તેવું ધ્યાન જે પરમેશ્વર ઉપર હેત અને અધ્યાત્મવાસનામાં તલ્લીનતા લાગી હેત, તે મુક્તિ પણ મળવી મુશ્કેલ નહતી. વધારે કહેવાથી શું? મારૂં અત્રેનું આગમન સફળ કરવું તેજ તમને યોગ્ય છે.” આ પ્રમાણેનાં દૂતીનાં વચન સાંભળીને તે બંને પણ દીધું નિઃશ્વાસ મૂકીને બોલી કે–“બહેન ! શું કરવું? અમારે પણ સાપે છંછુંદર ગળ્યાની જેમ મહા દુઃખ આવી પડ્યું છે. અમે મોટા શ્રેણીને ઘેર જન્મી અને મેટા શ્રેણીની સાથે અમારા લગ્ન થયા, અમારા કુળમાં પહેલાં આવું કાર્ય સ્વમમાં પણ કેઈએ કર્યું નથી, અમે પણ અત્યાર સુધીમાં અમારા પ્રાણનાથ સિવાય બીજા કઈ પુરૂષને નથી, કોઈની સાથે અમે એક અક્ષર પણ બેલ્યા નથી, અમે બંને ધર્મ અને નીતિમાર્ગ સિવાય બીજું કાંઈ જાણતા નથી, અમારા ઘરમાં દાસી કે નેકર પણ ધર્મ અગર નીતિવિરૂદ્ધ બેલવાની પણ હિંમત કરી શકતા નથી, તે પછી તેવાં કૃત્ય કરવાં તે દૂરજ રહ્યાં. અમે આજ સુધીમાં ઘરનાં દ્વાર સિવાય કોઈ દિવસ બહાર પગ પણમૂનથી. રથમાંથી ઉતરીને આ ઘરમાં જ પ્રવેશ કર્યો છે. હવે જયારે અહીંના અન્ન અને ઉદકને