________________ 374 ધન્યકુમાર ચરિત્ર. વિચાર કરીને આ અતિશય પણ પુરૂષની નહિ ભેગવાતી લ ક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણુ કલેશ-દુ:ખ મેં સહન કર્યા, ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવાને વર દીધે. તેટલામાં શ્રેષ્ઠી બીજે ગામ ગયા, તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયે. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીનું સાર્થક કર્યું. તેમાં પણ મેં તે તેનું જ નામ અને વૈશકીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે. લેકમાં પણ કહેવત છે કે જેનું અન્ન તેનું પુણ્ય. મેં તે માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે, તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઇ પણ અનુચિત આ કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાને કે ધર્મને દોષપાત્ર થાઉં. મેં તે તે ધનકર્મા શ્રેષ્ઠીનું જ નામ અને કીર્તિ વધાર્યા છે. આમાં મારે શું દોષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે?” આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રાજાદિક સર્વે સભા- જને વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બેલ્યા કે “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપતારૂપી રેગને તારી વિના કઈ બીજો ઉત્તમ વૈદ્ય મળત નહિ. આવા કૃપણને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારે કાંઈ પણ દેષ જણાતું નથી.” રાજાએ પણું કોપ ત્યજી દઈ પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મૂકાવ્યું અને તેને યથેચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે યાચક પણ ઈચ્છિત ધન પ્રાપ્ત થવાથી ધનકર્મા શ્રેષ્ઠીને આ પ્રમાણે શીખામણ આપવા લાગે કે-“અરે શ્રેષ્ઠિન ! હવે ફરીથી કઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશે નહિ, વળી હૃદયને દયા, દાન