________________ 346 ધન્યકુમાર ચરિત્ર. ઘરેણાં જેવી ચીજને ભાર જોઈને તેણે વિચાર્યું કે–આ બ્રાહણે દેશાટન કરતાં કાંઇક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે, તેથી જો તેને કાંઈક વેચવું હશે, તે મારું કામ થશે,' એમ વિચારીને તે સની તરતજ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ “અહો! આજે મારાં ભાગ્ય ઉઘડ્યાં, આજ મારે ઘેર અણચિંતી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારે આંગણે કામધેનુ ગાય પોતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને સફળ થયા, કે જેથી આજ તમારા દર્શન મને થયા. એમ બેલતે તે સોની બ્રાહ્મણના પગમાં પડ્યો. ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યું કે“હે સ્વામી! મારે ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે. એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તેને પોતાને ઘેર લઈ ગયો. | મુગ્ધ બ્રાહ્મણ તેનાં ચાટુ વચન સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગે કે–“આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયે નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ ? આ મારૂં સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલાં સર્વ અલંકારો હું આને જ દેખાડું. આના જ હાથમાં આપીને તેનું રેકડ નાણું કરું.' એમ વિચારીને તે બે કે-“હે ભાઈમારી પાસે કોઈએ આપેલાં ઘરેણાં છે, તે વેચીને મને નાણાં કરી આપ.” સોની બે કે-“મને બતાવે એટલે આપનું કાર્ય હું શીરસાટે કરી આપીશ.” બ્રાહ્મણે તે સર્વ ઘરેણાં તેને બતાવ્યાં. તે જોઈને સેનીએ તેને ઓળખ્યાં કે- અહે ! રાજગાદીને થયેલા રાજકુમાર વક્ર શિક્ષાવાળા અથવડે દૂર વનમાં લઈ જવાજે હતું, ત્યાં તેને કેઈએ મારી નાંખ્યું હતું, તેને માટે રાજાએ