________________ 262 ધન્યકુમાર ચરિત્ર. થઈ ગયેલાઓને હું સરલ–સીધા કરી દઇશ. આ પ્રમાણે તિરકાયુક્ત ગભિત વાણી સાંભળીને ઈંગિત આકારથી આ બાબત ધન્યકુમારને “અરૂચિકર છે તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચને બલીને તે સર્વે ધીમે ધીમે ઉઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર આવ્યું, અને તેઓના અગ્રેસને કહેવા લાગ્યું કે-“તમે સર્વે તે ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડ્યા, પણ હવે મારા કામની શું દશા થશે?' તે વખતે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઇને ઉત્તર દેવા લાગ્યા કે “અરે ઘરડા ! અરે મૂર્ખ ! પહેલાં તેં જ સ્વયમેવ તારું કાર્ય બગાડ્યું, અને હવે અમારી પાસે શું પિકાર કરવા આવ્યા છો? જેવું તે કામ કર્યું તેવું કાર્ય કઈ મૂર્ખ પણ કરે નહિ; કારણ કે હમેશાં તે તારી રૂપવંતી, યૌવનવતી પુત્રવધૂને છાશ લાવવા માટે રાજદરબારમાં મેકલી. મેટા કામ વિના વ્યાપારી પુરૂષને પણ રાજ્યદ્વારે જવું ગ્ય નથી, સ્ત્રીને તે રાજ્યદ્વારે સર્વથા જવું અયુક્ત જ છે, તે શું તું નહોતે જાણત? અરે બુદ્દા ! તને એટલે પણ વિચાર ન થે કે જ્યારે બીજી વસ્તુ જાય છે ત્યારે વિશેષ જળવાળી છાશ લાવે છે, અને જયારે આ વહુ જાય છે ત્યારે જાડી છાશ, દુધ, મિષ્ટાન્ન વિગેરે લાવે છે, તે આ પ્રમાણેને ભેદ થવામાં કાંઈ પણ કારણ હોવું જોઈએ? આની સાથે તેને કોઈ પણ જાતને સંબંધ નથી, પ્રથમને કઈ જાતને પરિચય નથી, છતાં શા કારણથી આ વહુને તે સારી છાશ આપતા હશે? પાકેલ આમ્રવૃક્ષ શું રક્ષક વિના કઈ દિવસ અખંડિત રહી શકે ખરૂ ? ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“ઉંદરને બીલાડીની દ્રષ્ટિથી દૂર રાખે, તેવી જ