________________ ષષ્ઠ પવિ. . 245 દુઃખની પીડાતી પીડાતી ભૂમિ ઉપર સુઈ રહે છે. અહે! તેનું ભાગ્યશાળીપણું ! આવું ભાગ્યશાળીપણું તે શત્રુને પણ હશે નહિ!” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની ઇર્ષ્યા કરતી તેઓ રહેલી છે. CAહવે અન્ય દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેણીએ મેટી વહુને કહ્યું કે–“રાજમંદિરે જઈને છાશ લઈ આવે.” ત્યારે તેણુએ જવાબ આપે –“હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી છે, તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વેહને જ છાશ લેવા મોકલે! તે છાશ લેવા જશે તે દહીં દુધ વિગેરે પણ લાવશે.” આ પ્રમાણે ખેદ ઉપજે તેવાં વચને તેણે બેલવા લાગી. તે સાંભળી વૃદ્ધ કહ્યું–“વહુ સુભદ્રા! તમેજ છાશ લેવા જાઓ. આં બેધીઓ સાચું કહેતાં પણ ઈર્ષ્યાથી બળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ અને છાશ લઈ આવે. જો સહુ સરખા થાય તે ઘરને નિર્વાહ ચલે નહિ.” આ પ્રમાણે વૃદ્ધને હુકમ થવાથી સુભદ્રા છાશ લેવાને ગઇ. તેને આવતી દેખીને સૌભાગ્યમંજરીએ પહેલેથીજ એલાગી અને કહ્યું કે “બહેન ! આવ, આવ, તું ભલે આવી !" આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહીં, ખાંડ વિગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓ લઇને પિતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યા. તે સાંભળીને ત્રણે જેઠાણુઓ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા લાગી. હવે હમેશાં સુભદ્રાજ છાશ લેવા જવા લાગી, બીજી કોઈ જતી નહિ.