________________ ષષ્ઠ પીવ. 227 અને સભ્યને કહેવા લાગ્યા–“અરે સભાજને ! દુષ્ટ લેકની દુષ્ટતા તે જુઓ ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગરજ ઓટલી મેટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટોએ હમેશાં કળહ, ઈર્ષ્યા અને કુટીલતા કરીને તેને અતિશય ખેદ પમાડ્યો, એટલે “સંકલેશકારી સ્થાન દૂરથીજ છોડી દેવું તે સજ્જનનું ભૂષણ છે.” આ શાસ્ત્ર પ્રસિદ્ધ ઉક્તિને આશ્રય લઈને ધન્યકુમાર કેઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેને બીલકુલ પત્તેજ નથી. મહાપુરૂષે વિધવાળા રથાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહા પાપી છે અને કોઈ પણ પ્રકારના અધિકારને બીલકુલ એગ્ય નથી. આ પ્રમાણે કહીને સજનેનું પાલન કરવું અને દુષ્ટોને દંડ કરે તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગ્રહમાં બી મેટી રકમનો દંડ કર્યો, અને બધા ગામે વિગેરે તેમની પાસેથી લઈ લીધા પછી જેવા આવ્યા હતા તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા. આવી રીતે ધનસાર વિગેરે ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ અને કાંતિ વિગેરે ગુણે પણ તેમને છેડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો કે “પહેલાં આજ રથળે ઉંચે વ્યાપાર કર્યો, હવે અહીં હલકે ધંધે આપણાથી કેમ થઈ શકશે? આ પ્રમાણે મનમાં વિચારી પુત્રોને લાવીને તેણે કહ્યું કે-“પુત્રો ! હવે અહીં રહેવું યોગ્ય નથી. તેથી ચાલે આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદરપૂરણાર્થે ભિક્ષાવૃત્તિ કરવી પડે છે તે પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે. તેવા અન્ય સ્થળમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કોઈ માણસ તેને હલકાં