________________ ચતુર્થ પલવ. 173 કામ ભેગો ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પર્યત દુઃખ આપનાર છે. ડું–અલ્પ સુખ આપનાર અને ઘણું–પ્રચુર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મેક્ષનું અંતર વધારનાર છે. બંને વચ્ચે શત્રુરૂપે કામ કરનારા છે, અને અનર્થોની તે ખાણરૂપ છે.” આ પ્રમાણે શ્રી જિનેશ્વરના આગમને વિષે કહેલા તને જાણનારા પુરૂષ બળવાન્ એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય? અતિ ધમધમાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારું છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી ત્રીવલીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે नपुंसकत्वं तिर्थक्त्वं, दौर्भाग्यं च भवे भवे / भवेद् नराणां स्त्रीणां चान्यकान्ताऽ सक्तचेतसाम् // “પુરૂષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરૂષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભભવમાં નપુંસમ્પણું, તિર્થીપણું અને દુર્ભાગ્ય–તેને ઉદય થાય છે.' वरं ज्वलदयस्तम्भपरिरम्भा विधीयते / न पुनर्नरकद्वारं, रामाजघनसेवनम् // બળતા એવા લેઢના સ્તંભનું આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ અન્ય સ્ત્રીના સાથળનું સેવન કરવું તે સારૂં નથી.” હે ભામિનિ ! વળી સ્ત્રીઓને સંગ સંધ્યા સમયના આકા 1 પુરૂષ સ્ત્રીમાં અને સ્ત્રી પુરૂષમાં આસક્ત ચિત્ત રાખે તે તેવી દશા ભભવ ભોગવવી પડે છે.