________________ 134 ધન્યકુમાર ચરિત્ર. મહૈત્સવને દિવસે રાજા પિતાના મંડળ સહિત ગામ બહારના ઉદ્યાનમાં ગયે. પ્રજાના સર્વ માણસે પણ ત્યાં આવી લાગ્યા. માતા જાતે પિતાની પુત્રી સુનન્દાને લઈ જવા આવી. સુનન્દા આગળથીજ કપાળ ઉપર ઔષધને લેપ કરી નીચું મોં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનન્દાને પૂછયું કે–પુત્રિ ! તને શું વ્યાધિ થઈ આવ્યો છે ?' માતાનું કહેવું સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી કે “માજી ! આજે છ ઘડી દિવસ બાકી રહ્યો ત્યારથી મારા માથામાં વર્ણવી ન શકાય તેવું દુઃખ થવા લાગ્યું છે, તેથી મારાથી માથું પણ ઉંચું કરી શકાતું નથી. માતાએ કહ્યું કે–ત્યારે તો હું પણ ઉધાનમાં જવાનું માંડી વાળું છું, હું તારી પાસે જ (રહીશ.” સુનન્દાએ કહ્યું કે-“માજી! એ કાંઈ ઠીક નહિ દેખાય, કેમકે તમે રાજાની પટરાણી છે, તેમજ બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાઓ છે, તેથી તમારા ગયા સિવાય દેવતા રાજી નહિ થાય. કદાચ તેમ થવાથી દેવને ભારે કેપ થતાં વિશ્વ પણ આવી પડે, માટે દાસદાસીઓ સાથે તમે તે જરૂર જાઓ અને સારી રીતે મહોત્સવ કરે. જે બે ચાર ઘડીમાં મારું માથું ઉતરી જશે તે હું પણ જરૂર આવીશ. મારી બે સખીઓને જ અહિં રહેવા દઈ બાકીના બધાને લઈને જજે, મારી ચિંતા ન કરશે, કારણ કે આવી રીતે માથું તો મને ઘણીવાર ચડી આવે છે અને એકાદ દિવસ રહીને પાછું ઉતરી જાય છે. માટે મારી ચિંતા ન કરતાં હર્ષથી ઈચ્છાનુસાર મહેત્સવ ન્હાણજો.” આમ કહી તેણે માતાને મેકલી દીધી. બે દાસીઓ સિવાય અન્ય સર્વે દાસદાસીઓ પણ પટરાણી સાથે ગયાં.