________________ ધન્યકુમાર ચરિત્ર. જેવી મારા ઉપર કૃપા છે તે ભાગ પણ મને મળે છે. રાજાએ પૂછયું કે કેવી રીતે જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ બીના તેમની પાસે રજુ કરી. પછી વધારેમાં કહ્યું કે–“મહારાજ ! આ વસ્તુ તદન નકામી છે' એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે તેઓએ ઓઢાડી દીધી, કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તે ગુરૂદેવની કૃપાથી તે ચીજ ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કરી સ્વીકારી લીધું. આવી રીતે વહાણમને ભાગ મને મળે છે. મારા ભાગમાં આવેલ તેજમત્રી મેટા જથ્થામાં હજુ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરે તે મારે શિરસાવદ્ય છે.” ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા સભામાં બેઠેલા માણસને કહેવા લાગ્યા કે—“આ દુનિયામાં બીજાનું સુખ જોઈને થતી ઈર્ષ્યાનું બળ તે જુઓ ! પિતાના અજ્ઞાનથી વસ્તુના ગુણો સમજી ન શકવાથી અમુક ચીજમાં પોતાનું કાંઈ વળે તેમ નથી એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી. તે વખતે તેઓએ તે ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા ગ્ય વસ્તુ તે આ બાળક રવીકારે, જે તેને બાપ આવ્યો હેત તે કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મેકલ્ય, માટે આપણે માથેથી ઉતરેલી વતુ બીજાના માથા ઉપર ભલે પડે ! આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પિતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીએ પિતપતાને મનગમતી ચીજ લઈ ગયા, તે સર્વેએ પોતાના સ્વાર્થને આગળ કરી જરા પણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં. વિચક્ષણતાથી મુંગા રહેલ આ ધન્યકુમારને