________________ 78 ધન્યકુમાર ચરિત્ર. બધે કાબુ આવી ગયું હતું કે નિરષ્ટવાદ તથા નિર્દન્તવાદમાં વાતો કરતાં એક વર્ષ સુધી પણ હારતા નહિ. બીજા શ્રી અરિહંત ભગવાનના શાસનરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષપણુ વિગેરે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી, મુક્તાવલી, લઘુ અને બૃહત્સિહનિષ્ક્રીડિત, આચામ્યવર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વિગેરે ભિક્ષુપ્રતિમાદિ તપસ્યાઓ અનેક વખત કરી ચુક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉઘાત કરવાવાળા મેટા તારવી હતા. નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે અંગેથી જાણીતા હાથની ત્રણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની બીનાઓ અમેઘ કહી શકનારા ત્રીજા સેમિલ નામના મુનિ હતા. તે સોમિલ મુનિ આઠ અંગ મળે અંતરિક્ષ વિધામાં આકાશમાં દેખાતી શુભ અશુભ સૂચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિ વિદ્યામાં પૃથ્વીકંપ વિગેરે ક્યારે થશે તે સંબંધી, અંગવિદ્યામાં ડાબી જમણી આંખ વિગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સંબંધી અથવા જે અંગને સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે તેના ફળાફળ સંબંધી, સ્વરદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે તે સંબંધી, ચુડામણિ વિધામાં આગલા જન્મના પાપ પુણ્ય સંબંધી, શુકનશાસ્ત્રમાં દુર્ગા વિગેરે પક્ષીના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી, જોતિષ શાસ્ત્રમાં ગ્રહની ગતિ સંબંધી, સામુદ્રિક વિધામાં પુરૂષ સ્ત્રીના સારા ખરાબ લક્ષણે 1 એક બીજા હેઠ અડે નહીં તેવા શબ્દો વડે તેમજ દાંતને જીન્હા અડે નહીં તેવા શબ્દો વડે યાદ કરે છે. અર્થાત્ ઓષ્ઠસ્થાની કે દેવસ્થાની એક પણ અક્ષર બોલવામાં ન લાવ તે.