________________ - તૃતીય પલવ. 71 ભવના અન્તરાય કર્મના ઉદયથી સે માસાને વ્યાપારમાં મૂળ પંજી ? પણ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવાને નીકળ્યા. સેનાબજાર તથા બીજી બજારમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા શુકન થયા નહિ. વળી આગળ ચાલ્યા. આવી રીતે બજાર ઉપર બજાર પસાર કરતાં છેવટાણની બજારમાં દાખલ થતાં તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયા. હવે વાત એમ બનેલી કે–તે ગામમાં ધનપ્રિય નામને શેઠ રહેતું હતું. તે માણસ એટલે કંજુસ હતું કે દાનને નામથી પણ તે ત્રસિ પામતે, એટલું જ નહિ પણ બીજ દાનેશ્વરી માણસોની પ્રશંસા સાંભળતાં પણ તેને તાપ ચડી આવો. તેની ગાંઠ છસઠ કરોડ જેટલું દ્રવ્ય છતાં તે લોભીને સરદાર જરી " પુરાણું હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નેકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરત. ને તે તે કઈ દિવસ પેટ ભરીને જતિ કે ન તે ખપી જવાની બીકે પૂરો પાણીથી સ્નાન કરતે. ચણા, કુર્મરા (ભમરા), વાલ, ચેળા વિગેરે માલ વિનાની તથા સેંધી વૃસ્તુઓ તે . અનર્ગળ લમીવાળો છતાં તેલથ મિતિ ભોજન ખાનારના કેળીઓ પણ દૂરથી તગણત, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતો, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ ફળ તથા મૂળને આહાર કરતે. પૈસા વાપરવા પડવાના ભયે દેહ ઉપાશ્રયે પણ જો નહિ. ભૂલેચૂકે પણ ગૂયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતે નહિ. ઘાર્સ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લેભી રાત્રિના