SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભ પંડિત સુખલાલજીનું ઘારવું સાચું જણાય છે કે “તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો “જૈન ગૂર્જર કવિઓ' છે.” નાગકુમાર મકાતી પણ નોંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈએ પોતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથો માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લોહીનું પાણી કર્યું હતું તેનો સામાન્ય માણસને એકદમ ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જહેમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથો તૈયાર થયેલા છે. તૈયાર ભોજનની પતરાળી ઉપર બેસનારને રાંધનારની તકલીફનો ખ્યાલ ભાગ્યે જ આવે છે.” (શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો ઇતિહાસ, પૃ.૧૧૫). જૈન ગૂર્જર કવિઓ' મોહનભાઈની કેવી ઉત્કટ લગનનું પરિણામ હતું તે મુનિ જિનવિજયજીના આ ઉદ્ગારો આબાદ રીતે બતાવે છે : “આ ગૌરવભરેલા ગ્રંથના સંપ્રયોજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઈતિહાસના પરિશીલનનો એમને જૂનો રોગ છે. જે વખતે એમને કલમયે ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કોઈ 20-22 વર્ષથી જે એક પોતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલન કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમને માટે સુવઅવસર આવેલો ગણાય. અને એ સુઅવસરને જોવા મોહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થોમાં મોહનભાઈ જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વત્ર છે.. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને એકવીસમી સદીની વાટ જરૂર જોવી પડત.” (જૈન સાહિત્ય સંશોધક, ફાલ્ગન સં.૧૯૮૩) જૈન ગૂર્જર કવિઓ'નું ગુજરાતના વિદ્વત્સસમાજે અને પ્રતિષ્ઠિત સામયિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. “સૌરાષ્ટ્ર પત્રે મોહનભાઈને “અંધારી ગુફામાં મશાલ લઈ જનાર' કહ્યા તથા એમના આ સાહસને “અપૂર્વ કહ્યું. તા.પ-ર-૧૭) અંબાલાલ જાનીએ આ ગ્રંથને “સંયોજન તેમજ
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy