SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા બાબતોમાં આ ત્રિપુટી' હંમેશાં એકમત જ છે. અને આ ત્રિપુટી' ક્યાં નથી ? મુંબઈ માંગલોર જૈન સભા, મુંબઈ મહાવીર જૈન વિદ્યાલય, જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા - દરેક ઠેકાણે, દરેક કમિટીમાં આ વકીલ, બેરિસ્ટર અને દાક્તરની ત્રિપુટી કાંઈ ઓર જ ચમત્કાર કરી બતાવે છે. કોઈ ઠેકાણે કૉન્ફરન્સના પ્રમુખના માટે આમંત્રણ કરવા ડેપ્યુટેશન જાય તો તેમાં પણ મુખ્ય સભાસદો તરીકે આ “ત્રિપુટી' જ નજરે પડશે. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસિએશન, કૉન્ફરન્સ એજ્યુકેશન બૉર્ડ વગેરેવગેરે, નાના કે મોટા કે સારા કે ખોટા કોઈબી અગત્યના ખાતાને આ ત્રિપુટીના ટેકા વગર જીવવું કે નભવું મુશ્કેલ જણાય છે. આ ત્રિપુટી વગર કોઈ સભા શોભતી નથી અને કોઈ હિલચાલ વજનદાર બનતી નથી. મુંબઈના રાજદ્વારીઓ સર ફિરોજશાહ મહેતા, નામદાર જસ્ટિસ મિ.તેલંગ અને મિ. બદરુદ્દીન તૈયબજીની ત્રિપુટી જેમ મુંબઈની રાજદ્વારી તવારીખમાં અમર છે, તેવી રીતે મુંબઈની સાંપ્રત જૈન તવારીખમાં આ ત્રિપુટી પણ તેવું જ અગત્યનું નામ મેલી જાય તો આપણે અજાયબ થઈશું નહીં. આ ત્રિપુટીના સભાસદો તેથી વ્યાજબી રીતે એકબીજાની પડખે હંમેશાં ઊભા રહી, એકબીજાને ટેકો આપે છે, અને તેમ કરી એકબીજાને જાહેરમાં આગળ પાડે છે. ત્રિપુટીના દરેક સભાસદમાં બળ છે, કારણકે ત્રિપુટીના બાકીના સભાસદોના ટેકાની તે સભાસદને ખાતરી છે. અત્યારે મુંબઈની જૈન કોમમાં આ ત્રિપુટી' જે સત્તા અને લાગવગ ધરાવે છે તેનું કારણ ઉપર જણાવ્યું તે છે. મુંબઈ માંગલોર જૈન સભા જ્યારે આ ત્રિપુટીની મદદથી ભાષણશ્રેણી તૈયાર કરે છે, ત્યારે ત્રિપુટીનો એક સભાસદ વક્તા તો બીજો પ્રમુખ અને બીજો વક્તા તો ત્રીજો પ્રમુખ અને ત્રીજો પ્રમુખ તો પહેલો વક્તા આ પ્રમાણે સુંદર ગોઠવણ ભાષણશ્રેણીમાં થાય છે, અને ત્રિપુટીનો એક સભાસદ જ્યારે એકબીજાની તારીફ કરે છે ત્યારે ઘણી વખતે હસવાનું રોકવું અશક્ય થઈ પડે છે. રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની લાયકાત તપાસતાં જૈન કોમે જાણવું જોઈએ કે રા.રા.દેશાઈ આ બળવાન ત્રિપુટીના એક અગ્રગણ્ય સભાસદ છે અને હાલમાં જોકે ત્રિપુટીના એક રા.રા.મકનજી બૅરિસ્ટર સાથે તેઓએ જૈન ઍસોસિએશન ઓફ ઇન્ડિયામાંથી રાજીનામું આપ્યું છે, છતાં
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy