________________ વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા અવતરણોમાં સાહિત્ય, કવિતા વગેરેનો મહિમા બતાવતી પંક્તિઓ સ્થાન પામી છે. છેક ૧૯૧૮માં “કાયસ્થ જાતિનો ટૂંક ઇતિહાસ' નામનો લેખ લખનાર, ૧૯૧૨માં સ્વામી વિવેકાનંદના પત્રોનો અનુવાદ કરનાર, મુનશીસ્થાપિત સાહિત્યસંસદના અગ્રણી સભ્ય રહેનાર અને હરિ હર્ષદ ધ્રુવ પરદેશની પૌર્વાત્ય પરિષદમાં ભાગ લે એનો ઉમળકો અનુભવનાર ને એમનાં સંસ્કૃત કાવ્યોને ગુજરાતીમાં ઉતારનાર મોહનભાઈની વિચારસૃષ્ટિ સાંપ્રદાયિક સીમાઓને વશ વર્તી છે એમ કોણ કહેશે ? રાષ્ટ્રધર્મની પ્રબળ ભાવના વસ્તુતઃ મોહનભાઈની વિચારસૃષ્ટિ જૈન-અજૈનના ભેદને મિટાવવાથી પણ ઘણો વિશેષ વ્યાપ ધરાવે છે. રાષ્ટ્રધર્મની પ્રબળ ભાવનાથી મોહનભાઈનું હૃદય સતત ધબક્યા કરે છે. વિવેકાનંદ પ્રત્યેનું એમનું આકર્ષણ એમણે જગાવેલી રાષ્ટ્રભક્તિને કારણે જ છે. ગાંધીજીને તો મોહનભાઈ પયગંબર લેખતા અને એમણે પેરેલી રાષ્ટ્રીય જાગૃતિનો અદમ્ય ઉત્સાહ એ અનુભવતા. જૈનોએ રાષ્ટ્રીય પ્રવાહથી અળગા રહેવું ન જોઈએ, દેશની ઉન્નતિમાં પોતાનો ફાળો આપવો જોઈએ એવું પ્રસંગે પ્રસંગે કહ્યા કરતા. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' (૧૯૩૬)ના નિવેદનના નીચેના ઉદ્ગારો જુઓ : “પ્રભાતનો ઉદય થયો છે, આત્મનિર્ણયના સિદ્ધાંત આખા વિશ્વમાં ફરી વળ્યા છે, ભારતમાં સ્વરાજ્યનો ધ્વનિ પૂરજોસથી સંભળાય છે, દરેક ધર્મ, જ્ઞાતિ અને જાતિ એકતા પ્રત્યે સાધના કરી દેશહિતની સમૂહ-પ્રવૃત્તિમાં ભળે છે, તો જૈન ધર્મના અનુયાયીઓ તેમ કરવામાં પાછળ નહીં રહે અને પોતાનો ફાળો સ્વજાતિ, ધર્મ અને દેશની ઉન્નતિમાં આપશે.” આની સાથે મોહનભાઈ આ જ વિષયને રજૂ કરતું સ્વરચિત “પ્રભાતપ્રબોધ' કાવ્ય પણ જોડે છે. જૈન ધર્મ પ્રસારક સભાના મકાનના ઉદ્ઘાટન પ્રસંગે મોહનભાઈએ પાઠવેલો શુભેચ્છા સંદેશ પણ જુઓ : “સભાની દિનપ્રતિદિન પ્રગતિ ઇચ્છે છું ને પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે જૈન ધર્મના પ્રસાર માટે સર્વદા સાનુકુળ. કાર્યકારિણી અને વેગવાળી થાય ને રાષ્ટ્રીય હિતને અવિરોધી રહે.” (જૈન,