SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 21 1924 : મુંબઈમાં મળનારી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સભા તથા સત્કારમંડળના, તેમજ નિબંધ પરીક્ષક સમિતિના સભ્ય; “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧નું પ્રકાશન; સાહિત્યસંસદ્ પ્રકાશિત “ગુજરાતી સાહિત્ય'નો ખંડ પાંચમો “મધ્યકાલનો સાહિત્યપ્રવાહમાં “જૈનો ને તેમનું સાહિત્ય લેખ પ્રગટ થયો, જે પછીથી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' રૂપે પરિણમ્યો; શત્રુંજય પર પાલીતાણાના દરબારે યાત્રાળુવેરો નાખ્યો તે અંગે જૈનોમાં ખળભળાટ અને વિરોધનું આંદોલન, આ પ્રશ્નને કારણે કૉન્ફરન્સનું અધિવેશન ભરવા અંગે વિવાદ. 1926 એપ્રિલ : મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન; એમાં અપભ્રંશ સાહિત્ય વિશે નિબંધ વાંચ્યો (જે “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧માં મુકાયેલ પ્રસ્તાવનાલેખ જણાય છે); પ્રદર્શનમાં આવેલા હસ્તપ્રતસંગ્રહો જોયા. 1926 મે : રાજકોટમાં ગોકુળદાસ નાનજી ગાંધી હસ્તકનો પુસ્તકસંગ્રહ જોયો; કાઠિયાવાડમાં હોવાને કારણે કૉન્ફરન્સના અધિવેશન અંગેની ચર્ચામાં ભાગ લઈ શક્યા નહીં. 1926 ઑક્ટો. : ખંભાતના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1926 ડિસે. 27, 28 : કૉલ્હાપુર રાજ્યના શિરોલ રોડમાં મોહનભાઈના પ્રમુખપદે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદનું ચોથું અધિવેશન. 1927 : “સામાયિક સૂત્ર'ની બીજી આવૃત્તિનું પ્રકાશન; મુનશી મુંબઈ ધારાસભામાં યુનિવર્સિટી ગ્રેજ્યુએટોના પ્રતિનિધિ તરીકે ઊભા રહ્યા એ પ્રસંગને લઈને જૈનોએ એમની નવલકથાઓમાંનાં નિરૂપણો અંગે વિરોધ કર્યો અને મુનશીને મત ન આપવાનો ઠરાવ પણ એક સભામાં થયો; કેસરિયાજી તીર્થમાં ધજા ચડાવવાની બાબતમાં શ્વેતામ્બરો અને દિગંબરો વચ્ચે ઝઘડો; બલવંતરાય ઠાકોરે “ગુર્જર રાસાવલીની યોજના વિચારી, જેમાં મોહનભાઈ સહસંપાદક. 1927 મે : પાટણના હસ્તપ્રતભંડારો જોયા.
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy