SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 15 સાનભાન ગુમાવી દે છે અને ગાંડપણની અવસ્થાએ પહોંચી જાય છે. અપાર પરિશ્રમ અને કૌટુંબિક જંજાળ મોહનભાઈનાં સુંદર શરીર-મનને કદાચ અંદરથી એટલાં કોરી ખાધાં હોય છે કે ઉપચારો કારગત નીવડતા નથી અને મોહનભાઈ તા.ર-૧૨-૧૯૪૫ ને રવિવારના રોજ દેહ છોડે છે. મામાની આંખમાં આંસુ જેમણે મોહનને અનન્ય લાડપ્રેમથી ઉછેર્યો હતો એ મામાને એના છેલ્લા દિવસો પણ સંભાળવાના આવ્યા. મોહનભાઈને માટે તો જીવનને આરંભે અને અંતે આ એક જ આશ્રય રહ્યો. ઉચ્ચ ધર્મબુદ્ધિ ધરાવતા મામાની આંખમાં કદી કોઈએ આંસુ જોયેલાં નહીં. વહાલા મોહનના અવસાન વખતે મામાની આંખમાં આંસુ ઊભરાઈ આવે છે. કિસ્મતના અજબ ખેલ જેવી ઘટના મોહનભાઈના અવસાનના દિવસે કિસ્મતના અજબ ખેલ જેવી એક ઘટના બને છે. મોહનભાઈની અનેકવિધ સેવાઓની કદર રૂપે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સે એમનું સંમાન કરવાનો અને એમને થેલી અર્પવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ભરણું ચાલુ થયું હતું અને તેમાં રૂ. 5,000 ઉપરાંત રકમ ભેગી થઈ હતી. રાજકોટથી સમાચાર આવ્યા કરે છે કે મોહનભાઈ સાનભાન ગુમાવતા જાય છે, એમનો દેહ લાંબો સમય ટકે એમ નથી અને તેથી સંમાનકાર્યમાં હવે ઢીલ કરવામાં જોખમ છે. છેવટે માનપત્ર, ચાંદીનું કાસ્કેટ અને રૂ. 6,000 લઈને સંમાન સમિતિના પ્રતિનિધિ તરીકે મોહનલાલ દીપચંદ ચોકસીને રાજકોટ રવાના કરવામાં આવે છે. પરંતુ શ્રી ચોકસી રાજકોટ પહોંચે છે ત્યારે મોહનભાઈનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. મોડી અને મોળી કદર શ્રી ચોકસીએ ધરેલી રૂ.૬,૦૦૦ની થેલી મોહનભાઈનાં સંતાનોએ, મોહનભાઈના ગૌરવને છાજે એવી રીતે, પાછી વાળી. મામાએ એ રકમમાં પોતાના તરફથી રૂ.પ00 ઉમેરી આપ્યા. સમાન ફંડ સ્મારક ફંડમાં ફેરવાયું અને એમાં ફાળો આપવાની ટહેલ ચાલુ રહી. પણ પછી એ ફંડ ઝાઝું આગળ વધ્યું હોય એવી સંભાવના જણાતી નથી. મોહનભાઈનું નામ રહે એવી એમને પ્રિય કોઈ પ્રવૃત્તિ એ ફંડમાંથી શરૂ થઈ હોવાનું જાણવા મળતું
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy