SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 12 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કનૈયાલાલ મુનશી ઉપરાંત રણજિતરામ વાવાભાઈ, રામલાલ ચુનીલાલ મોદી, બલવંતરાય ઠાકોર, કેશવ હર્ષદ ધ્રુવ, મણિલાલ બકોરભાઈ વ્યાસ, અંબાલાલ જાની વગેરે અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારો સાથે મોહનભાઈ સંપર્કમાં હતા અને સમગ્ર ગુજરાતી સાહિત્યની એ જાણકારી ધરાવતા હતા. દેશના રાજકીય જાહેરજીવનમાં મોહનભાઈ સક્રિય ન હતા પણ એનાથી અલિપ્ત ન હતા. ગાંધીજીથી એ અત્યંત પ્રભાવિત હતા અને રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનોમાં હાજરી આપવાનો ઉત્સાહ એ અનુભવતા. આથી જ, ૧૯૧૯માં અમૃતસર, ૧૯૨૪માં બેલગામ અને ૧૯૩૧માં કરાંચી કૉંગ્રેસમાં જવાનો શ્રમ એમણે ઉઠાવેલો. સાહિત્યસેવામાં અગ્રયાયી ને એકલવીર મોહનભાઈની જાહેરજીવનની અન્ય પ્રવૃત્તિઓ બીજાઓના સાથમાં ચાલતી અને એમાં ઘણી વાર એમને પાછળ રહેવાનું થતું. પરંતુ સાહિત્યસેવામાં તો મોહનભાઈ અગ્રયાયી અને એકલવીર હતા. ૧૯૦૭થી આરંભાયેલી એમની સાહિત્યયાત્રા 1924 સુધીમાં એમને નામે નાનાંમોટાં 13 પુસ્તકો - જેમાં “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧ (1913) જેવા અભ્યાસપૂર્ણ સંપાદન તથા “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના' જેવા તત્ત્વવિચારના મહત્ત્વાકાંક્ષી ઇનામી મહાનિબંધ (1914, અપ્રગટ)નો સમાવેશ થાય છે - તથા “હેરલ્ડ'માંનાં સંખ્યાબંધ લખાણો એમને નામે જમા થાય છે. આ ગાળા દરમ્યાન મોટું કામ ચાલ્યું તે તો “જૈન ગૂર્જર કવિઓ'નું, જેના ત્રણ ભાગ પછીથી 1926, 1931 અને ૧૯૪૪માં પ્રસિદ્ધ થયા. એ રીતે જોઈએ તો મોહનભાઈની શક્તિઓનો ખરો હિસાબ 1925 પછી મળે છે એમ કહેવાય. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (1933) જેવો આકરગ્રંથ આ ગાળાનો તથા સિદ્ધિચંદ્રગણિવિરચિત “ભાનુચંદ્રગણિચરિત'નું પ્રતિષ્ઠાભર્યું સંપાદન (1941) આ ગાળાનું અને “જૈનયુગ'માં પીરસેલી ભરચક સામગ્રી પણ આ ગાળાની. ઉપાધ્યાય યશોવિજયકત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧' (૧૯૩૬)નું વાસ્તવિક સંપાદનકર્મ મોહનભાઈનું જ હતું અને આવાં અન્ય સંપાદનો એમના હાથે થવાની યોજના હતી તે કાળબળે પાર ન પડી.
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy