SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણો 117 કહેતા કે, “તમારે એવો ક્ષયોપશમ નથી એ દુઃખની વાત છે.” છેલો પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યો ત્યાર બાદ એક વાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, " “જૈન ગૂર્જર કવિઓ - ત્રીજો ભાગ તદન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે' ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મયોગીની સ્થિતિ જ્યારે સન ૧૯૪૪ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિશે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મોહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન શ્વે. કૉન્ફરન્સ અને મહાવીર જૈન વિદ્યાલય - એ બે સંસ્થાઓ સાથે એમનું તાદાસ્ય સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કૉન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકોએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમજ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે. સારું-સરખું ફંડ મેળવી મોહનભાઈના સ્મારક તરીકે કૉન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. પ્રિબુદ્ધ જૈન, 15 ફેબ્રુઆરી 1946; દર્શન અને ચિંતન, ભા. 2]
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy