SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા મોહનભાઈને આમાં “સુશીલ'નો તથા સુંદરલાલ જૈનનો સહકાર મળેલો. ડબલ ક્રાઉન સાઈઝના લગભગ 700 પાનાંનો, વરસ ઉપરાંતનો સમય લીધેલો એવો આ ગ્રંથ મોહનભાઈના સંપાદકીય શ્રમનું એક ઊજળું દૃષ્ટાંત વિચારાત્મક ગ્રંથો મોહનભાઈના વિચારાત્મક ગ્રંથોમાં સૌથી મહત્ત્વનો ગ્રંથ તો અપ્રસિદ્ધ છે. એ છે “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઈતિહાસ, સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના.” આ વિષયના નિબંધ માટે ફાર્બસ ગુજરાતી સભાએ તા. ૩-૩-૧૯૧૩ની સભામાં નિર્ણય લઈ રૂ.૫૦૦નું પારિતોષિક જાહેર કર્યું હતું. આ વિષયને કોઈ સમર્થ તત્ત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાન જ ન્યાય આપી શકે, પોતાનો અધિકાર નથી એવી સમજથી મોહનભાઈએ નિબંધ લખવાનો કોઈ વિચાર કર્યો ન હતો, પરંતુ નિબંધ આપવાની સમયમર્યાદા (30--1914) હતી તે પૂરી થતાં પહેલાં ચાર માસે ફાર્બસ ગુજરાતી સભાના મંત્રીમહાશયે મોહનભાઈના એક મિત્ર દ્વારા સૂચના કરી અને એમના આગ્રહથી મોહનભાઈએ નિબંધ લખવાનું સ્વીકાર્યું. એમણે વિષયનો ગંભીર અભ્યાસ શરૂ કર્યો પરંતુ નિબંધની સમયાવધિ આવી ત્યાં સુધીમાં એ પૂરો થઈ શક્યો નહીં. સમયની સગવડ થશે તો પૂરું કરી આપીશ એમ જણાવી એમણે જે કંઈ લખાયું હતું તે, તથા કરેલી સર્વ નોંધો સભાના મંત્રીશ્રીને સમર્પિત કર્યા. સભાએ તા.૧૩-૧૦-૧૯૧૪ની બેઠકમાં મોહનભાઈને વધારે સમય આપવાનો ઠરાવ કર્યો અને નિબંધોના નિર્ણાયકો તરીકે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા તનસુખરામ ત્રિપાઠીનાં નામ નક્કી કર્યું. આ પછી મોહનભાઈએ નિબંધ પૂરો કર્યો, જેનાં ૧૫૦ને બદલે 340 જેટલાં પાનાં (ફૂલસ્કેપ) થયાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈનો નિબંધ પસંદ કર્યાની નોંધ કરી અને એને પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮નાં તૈયાર થતાં પ્રકાશનોમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. છેક નવેમ્બર ૧૯૩૨માં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં મોહનભાઈ આ
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy