________________ 488 >આદર્શ મુન * * * * * * * * * * * * * * તથા અશક્તિને લીધે પિતાના જીવનને ભારે મુશ્કેલીથી ઘસડાઈ ઘસડાઈને પુરું કરતા હોય છે. ત્યારે એવી દશામાં પણ એવાઓની એ મનેદશા હોય છે કે, “લગ્ન કરીએ.” આવી દશામાં પણ આપણા મહારાજશ્રીએ ભરજુવાનીમાં–ચાવનના વિકાસ કાળમાં—પોતાની નવ વધુના સંદર્ય તથા ઐહિક તુચ્છ પ્રેમમાં ન ફસતાં તેને ત્યાગ કર્યો, એ કેટલું આશ્ચર્યજનક છે? લગ્ન ઉપરાંત તેઓ પિતાની સહધર્મચારિણી સાથે એક પણ વખત સહવાસમાં આવ્યા નથી. વળી દીક્ષા પૂર્વે તથા દીક્ષા પછી પણ તેઓ અખંડ બ્રહ્મચર્ય તથા સંયમથી રહ્યા છે. આવી અવસ્થામાં તેમને બાલ બ્રહ્મચારી કહેવામાં કંઈ અનુચિત નથી. તેઓશ્રીના બ્રહ્મચારી હોવાનું સ્પષ્ટ પ્રમાણે તેમનું શરીર, તેમના મુખની કાન્તિ, તથા તેમની પ્રબળ પરિશ્રમ કરવાની શકિત છે. અત્યારે વૃદ્ધાવસ્થાની સમીપ પહોંચી ગયા હોવા છતાં, આજકાલના નવજુવાને કરતાં હજાર દરજજે બહેતર છે. આપણે જ્યારે એક કલાક માટે પણ ભૂખ્યા રહી શકતા નથી તથા એક દિવસને ઉપવાસ કરતાં તો નિર્જીવ બની જઈએ છીએ ત્યારે મહારાજશ્રી ઉપવાસ, આંબલ આદિ કઠિન વ્રતો કરીને હંમેશાં સમાન વેગ તથા પરિશ્રમ પૂર્વક ઉપદેશ વ્યાખ્યાનાદિ આપે છે. તે વખતે પેટપૂર્ણ જમેલા શ્રેતાઓ પણ માત્ર શ્રવણ કરતાં કરતાં કમર તથા ગરદનમાંથી ઝુકી પડે છે. ચાલુ અવસ્થાની વાત જવા દઈએ, તે પણ તેમની બાલ્યાવસ્થાની કેટલીક ઘટનાઓ ઉલ્લેખનીય છે. પરંતુ સ્થાન સંકુચિતતાને લીધે તે સઘળીને અત્રે ઉલ્લેખ કરી શકતા નથી. મહારાજશ્રીના જીવનવૃત્તાંત ઉપર એક દષ્ટિપાતમાંજ