SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. 335 આશ્વિન સુદ 7 ને દિવસે મહારાજશ્રી ગણેશઘાટી પર ગેરીના ઉદેશથી ગયા હતા. તે વખતે શ્રીમાન હરિ સિંહજીએ પિતાનું ઘર પાવન કરવાની વિજ્ઞપ્તિ કરી. તેને સ્વીકાર કરી તેમની હવેલીમાં ગયા. ત્યાં કેઈની મારફતે માલુમ પડ્યું કે બીજે દિવસે ત્યાં બકરાને વધ થવાને હતો (જે દર વર્ષે વિજ્યાદશમી-દશેરા નિમિત્તે વધ કરવામાં આવે છે.) આ જાણુ મુનિશ્રીએ શ્રી હરિસિંહજીને કહ્યું, જ્યારે હું અત્રે આવ્યો છું, ત્યારે મને તમારાથી ભેટ રૂપે કંઈક મળવું જોઈએ. એ ભેટ રૂપે કાલે જે બકરાનો વધ થવાનો છે તે ન થાય અને ભાવિ વર્ષોમાં પણ ન થાય એટલું હું માનું છું.” બસ, મુનિશ્રીએ આટલું કહ્યું કે તરતજ હરિસિંહજીએ પ્રતિજ્ઞા કરી કે હવે પછી દર વર્ષે બકરાને મારીશ નહિ, પરંતુ તેને બદલે તેના કાનમાં અમર (અભયદાન) કડી પહેરાવ્યા કરીશ. આધિન સુદ 9 ને દિવસે દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી તથા તેમના પુત્રરત્ન શ્રીમાન લાલચંદજી સાહેબ સપરિવાર તથા “શ્રી જૈન વીર મંડળના સભાસદે મહારાજશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા. તેઓએ મુનીશ્રીની ખૂબ સેવાભકિત કરી. શ્રીમાન શેઠ અત્યંત ઉદાર હૃદયના છે, અને તેમની ઉદારતા પ્રશંસનીય છે. તેમણે લક્ષમી મેળવી તેને સદુપયોગ કર્યો છે અને કરે છે. તેઓ શ્રીએ સંવત ૧૯૮૧ના કાર્તિક માસમાં મહારાજશ્રીના ઉપદેશથી 122800 (એક લાખ બાવીસ હજાર આઠસે. રૂપીઆ) પોપકારથે આપ્યા હતા. આ વખતે પણ તેમણે "ii જૈન મહાવીર મંડળ, ઉદયપુરને ફરનીચર (મેજ,
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy