________________ આદર્શ મુનિ 179 શ્રીસંઘ ધર્મદાસજી મહારાજના સંપ્રદાયમાં યુવરાજ પદથી કેને વિભૂષિત કરવા એ બાબતનો અભિપ્રાય લેવા પૂજ્ય શ્રીમુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થયે, ત્યારે તે બંને મુનિવરે એ માધવ મુનિજી માટે પોતાની અનુમતિ આપી. માનપાડા તથા લેહામંડીમાં મહારાજશ્રીનું મનુષ્યનું કર્તવ્ય એ વિષય ઉપર ઘણું એજસ્વી વ્યાખ્યાન થયું. ત્યારબાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી જયપુર પધાર્યા. જ્યાં પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ, તથા મુનિશ્રી દેવીલાલજી મહારાજ તથા તપસ્વી બાલચંદજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ વિરાજતા હતા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ચૈત્ર સુદ એકાદશીને રેજ કિશનગઢ પધાર્યા. ,