________________ 112 ^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ > આદર્શ મુનિ. કે. “બહુ સરસ છે. સાધુઓને સ્વાદ કેવા?” પછીથી ત્યાંથી વિહાર કરી તેઓ બડી સાદડી, તથા નીમચ, મન્દસર થઈ જાવરા પધાર્યા. આ સઘળાં રથાનમાં ભારે ઉપકાર થયો. જાવરામાં તેમણે પોતાનાં માતુશ્રી આર્યાજી કેસરજીના આશ્રયમાં રહેતી ડુંગરાવાળી બાઈને દીક્ષા આપી. ત્યાંથી ગુરૂદેવે તેમને ખાચરદ જવાની આજ્ઞા કરી, કેમકે દેવજી મહારાજની તબીઅત નાદુરસ્ત હતી. તેથી મહારાજશ્રી ત્રણ સાધુઓને સાથે લઈ ખાચરોદ પધાર્યા. સંવત ૧૬૦ના ચાતુર્માસ ખાચરેદમાંજ થયા. અને એ ચાતુર્માસમાં પ્રસંસનીય ધર્મા-ધ્યાન થયું.