SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ववहारनयउच्छेए तित्थुच्छेओ अवस्सं // વાર્ભિનંદી જીવના શાસ્ત્રોમાં આઠ દોષ બતાવ્યા છે. તે આ પ્રમાણે :(૧)શુદ્ર, (૨)લાભરતિ, (૩)દીન, (૪)મત્સરી, (૫)ભયવાન, (૬)શઠ, (7) અજ્ઞ, અને (8) નિષ્ફળઆરંભયુક્ત. આ લક્ષણોથી ભવાભિનંદી જીવ ઓળખાય છે. આ દોષો બરાબર સમજવા જોઈએ અને જીવનમાંથી તે ઘટાડવા અને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. આ દોષો બે પ્રકારના છે-(૧) કર્મોદયજન્ય અને (2) સહજમલ (આત્માની સ્વાભાવિક અયોગ્યતા) જન્ય. અચરમાવર્તમાં આ દોષો સહજમલજન્ય હોય છે, અને એમાં દેખીતો વિશેષ વધારો-ઘટાડો કર્મોદયજન્ય પણ હોય છે.. ચરમાવર્તમાં અપુનર્બન્ધક વગેરે અવસ્થા પામ્યા બાદ સમ્યકત્વ પામીને પડેલામાં આ સહજમલજન્ય દોષો નથી હોતા, કારણ સહજમલ ઘણો ખપી ગયો છે, અતિ અલ્પ છે, પરંતુ ત્યાં પણ કર્મોદયકૃત દોષો અવારનવાર આવજાવ કરે. અચરમાવર્તમાં કોઇપણ નિમિત્ત-અપેક્ષા વગેરેથી અમુક રૂપે, અમુક રીતે, આત્મવીર્ય ઉલ્લસિત થવાથી સહેજમલ હોવા છતાં કર્મોદય કૃત દોષોનો હ્રાસ થવાથી કુલની ખાનદાની વગેરેથી શુદ્ધતા વગેરે દોષો શાંત થાય છે, પરંતુ નાશ પામતા નથી. માટે અચરમાવર્તમાં જે ગુણો દેખાય, તે ક્ષયોપશમકૃત નથી, પણ નિમિત્તના અભાવમાં કે સારા નિમિત્તની બલવત્તામાં દોષો દબાઈ જતા કંઈક ગુણાભાસરૂપે ગુણો પ્રગટ થાય છે. જેવી રીતે અભવ્ય કે દુર્ભવ્યને પણ દ્રવ્ય આચારપાલન અને શ્રુત પરાવર્તન-ભાવનના પ્રતાપે શ્રુત સામાયિકનો લાભ અને નવમા રૈવેયક સુધીની પ્રાપ્તિ થાય છે. આનો અર્થ એ થયો કે ખરાબ નિમિત્તો અને ખરાબ પ્રવૃત્તિ જેમ જેમ છોડવામાં આવે અને સારા નિમિત્તો અને સારી પ્રવૃત્તિ જેમ જેમ સેવવામાં આવે તેમ તેમ યોગ્ય આત્માને કર્મના ક્ષયોપશમ અને ભાવગુણો પ્રાપ્ત થાય છે, અને કાળ પરિપાક ન થયેલાને પણ અશુભ કર્મો શાન્ત થઇને ગુણની ઝાંખી મળે છે, પણ આ ઝાંખી સંયોગ આધીન હોવાથી આચાર સંપન્નતા વગેરે સત્ સંયોગ હોય ત્યાં સુધી રહે, પછી જતી રહે છે. તે મોક્ષના કારણરૂપ ન બને અને લાંબા ભવો સુધી ન રહે.
SR No.032829
Book TitleAgam Dariyo Ratne Bhariyo
Original Sutra AuthorN/A
AuthorVijayjayghoshsuri, Satyakantvijay
PublisherDivya Darshan Trust
Publication Year1998
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy