SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ |आणा हि मोहविसपरममंतो મોહને વિષની ઉપમા આપી છે. આજ્ઞાને વિષ ઉતારનાર પરમમંત્રની ઉપમા આપી છે. વિષ એ આત્માને મુચ્છિત બનાવે છે, ચૈતન્યરહિત બનાવે છે તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી આશ્રવો, હેય, પરભાવ, પુગલ પરિણતિ વગેરે તરફ ક્યાંક ગુણકારિતાના, કર્તવ્યતાના, ઉપાદેયતાના, સારા તરીકેના, લાભકારક તરીકેના ભાવો જન્મે છે, ક્યાંક ઉપરોક્ત ભાવો ખોટા લાગવા છતાં તેના તરફ ખેંચાણના ભાવો, સુખબુદ્ધિના ભાવો રહે છે. આ છે મોહના વિષની અસર. બીજી રીતે મોહને મદિરાની ઉપમા આપી છે તેથી તેનાથી ઉન્મત્તતા આવે છે. આ વિષને ઉતારવા માટે પરમ મંત્રના જાપ તરીકે છે આજ્ઞા. આજ્ઞા એટલે જિનવચન કે તદનુસાર કરાતી પ્રવૃત્તિ. શ્રી જિનવચનને વારંવાર વિચારીએ, ભાવિત કરીએ, શક્યતા મુજબ જિનવચનાનુસાર વર્તીએ તો વિષની ભ્રમણા, વિપરીત સંસ્કાર અને વિપરીત જ્ઞાનની અસર ઉતરતી જાય. મોહવિષના અનેક પ્રકાર છે, તેમ તેના વારણરૂપ આજ્ઞાના પણ અનેક પ્રકાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેને જે દોષ વધારે પીડે તેના વારણ માટે તે દોષ સંબંધી ઉપદેશક શ્લોકો, શાસ્ત્રપાઠો મુખપાઠ કરીને વારંવાર પાઠ કરવો, તેમજ તેને વિચારવા. મોહનું કાર્ય છે જીવને સ્વરૂપમાં ન આવવા દેવો, તેને પરભાવમાં રુચિખેંચાણ કરાવવું અને પક્ષપાતરૂપે દ્રષ્ટિ વિકૃત કરાવવી. આના કારણે પ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવો વ્યક્ત રીતે આંશિક વિપરીત ખેંચાણવાળા છે તેની ઉપરના જીવો અવ્યક્તરૂપે મોહના ઉદયવાળા છે. શાસ્ત્ર ભાવનાથી દર્શનમોહનીય એટલે અશ્રદ્ધા પણ નાશ પામે છે. પ્રભુશાસનની આરાધનાના ચાર પ્રકારો છે. (1) જિનઆજ્ઞા-જિનવચનનો અભ્યાસ કરવો, વારંવાર પૂર્વાપર સંબંધથી વિચારવું અને આત્મસાત્ થયા પછી પણ વારંવાર પાઠનું પુનરાવર્તન કરવું. છા પછી જીવ 102 | જીવ પણ
SR No.032829
Book TitleAgam Dariyo Ratne Bhariyo
Original Sutra AuthorN/A
AuthorVijayjayghoshsuri, Satyakantvijay
PublisherDivya Darshan Trust
Publication Year1998
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy