SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ થયો, ને ત્યાં જ ઊભા ઊભા આખી દ્વાદશાંગી, ને એમાં ચૌદ પૂર્વ નામના મહાઆગમ રચી કાઢ્યા ! સુનંદા સાધ્વી વગેરેને સંયમ અને તપની મહાન સાધના કરતાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. શäભવ મુનિ જન્મે ચુસ્ત બ્રાહ્મણ છતાં દીક્ષા પછી માત્ર 8 વરસની અંદરમાં ચૌદ પૂર્વના પારગામી બન્યા ! શું માત્ર ગોખ-ગોખ ને ભણ ભણ કરવાથી આટલું બધું આવડ્યું ? ના, પૂર્વે કહ્યું તેમ ગુરુ-વિનય-બહુમાનાદિ તથા સમ્યક્ત-અહિંસા-સંયમ-તપ વગેરેની આરાધના જોરદાર કરી. એ પણ જ્ઞાનાવરણ તૂટી જ્ઞાન પામવામાં જબરદસ્ત કારણ બનેલા. આચાર્ય ભગવાન પાદલિપ્તસૂરિજી મહારાજને પૂર્વની સાધના અને અહીં સમ્યક્ત સહિત અહિંસા-સંયમ-તપની આરાધનાએ એમને નાની ઉંમરમાં જ્ઞાન ઝટપટ પ્રાપ્ત થઈ ગયું; ને માત્ર દસ વર્ષની ઉંમરે આચાર્યપદે આરૂઢ થયા ! એમના જીવનની ઘટનાઓ અલૌકિક છે. એક ઘટના જોઈએ. એમના કાળમાં નાગાર્જુન નામનો એક યોગી હતો. એણે સુવર્ણસિદ્ધિ સાધી અને એ સુવર્ણસિદ્ધિ રસનો પ્યાલો ભરીને પોતાના શિષ્ય દ્વારા પાદલિપ્તાચાર્યને ભેટ કરવા મોકલ્યો. આચાર્ય ભગવાને ના પાડી કે “અમે સાધુ છીએ અમારે એની જરૂર નથી.” શિષ્ય આગ્રહ કરીને પ્યાલો મૂકે છે, ત્યારે આચાર્યભગવાને પગેથી પ્યાલો હડશેલી મૂકતાં સુવર્ણરસ જમીન પર ઢળી ગયો... નાગાર્જુનનો શિષ્ય આ સહન કરી શકે ? ગરજી ઊઠ્યો “કેટલી મહેનતે આ મહાકિંમતી સુવર્ણરસ સિદ્ધ કર્યો છે તે આમ ઢોળી નાખવાનો ? એટલું બધું અભિમાન છે તો બતાવો તમે શું સિદ્ધિ કરી છે ?' આચાર્ય ભગવાને પ્યાલો લઈ એમાં પેશાબ કરીને આપ્યો. કહે છે કે અમારી આ સિદ્ધિ.' શિષ્યને આ જોઈ ભારે ગુસ્સો ચડી ગયો તે એ જ પ્યાલો ગુર નાગાર્જુન પાસે લઈ જઈ ગુરુને બનેલી હકીકત કહી કહે છે “લો એ જૈનાચાર્ય એમની સિદ્ધિમાં આ એમનો પેશાબ તમને ભેટ મોકલ્યો છે ' નાગાર્જુનને પણ ભારે ગુસ્સો ચડી ગયો તો ગુસ્સામાં “જૈનાચાર્ય આવા અભિમાની ને મશ્કરા ?' એમ કહેતાક એણે પ્યાલો પાસેની શિલા તરફ ફેંક્યો પરંતુ આશ્ચર્ય કેવુંક થયું કે એના પર નાગાર્જુન ભારે પસ્તાવો કરતો દોડ્યો સીધો આચાર્ય ભગવાન પાસે, ને પગમાં પડી રોતી આંખે પોતાની ઉદ્ધતાઈ ને - તરંગવતી
SR No.032828
Book TitleKarm Tari Gati Nyari Tarangvati
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2015
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy