SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ 22. પારધીનો કલ્પાંત અને મરણનિશ્ચય “ઓહો ! આવા નિર્દોષ જીવોને મેં કેવાં રંજાડ્યા !' એમ સંતાપ કરતા મેં લાકડાની ચિતા ગોઠવી, ચક્રવાકનાં શરીરને એના પર મૂક્યું. ઉપર બીજા લાકડાં ગોઠવ્યાં. એ વખતે ચક્રવાકી ઉપર આકાશમાં ચીસાચીસ કરતી ચિતાને આંટા મારી રહી હતી. જ્યાં મેં પથ્થર પર બાણનાં અણિયારાને ઘસી અગ્નિ પ્રગટાવી ચિતાને સળગાવી, અને ભડભડ સળગતાં અગ્નિમાંથી જવાલાઓ નીકળવા માંડી. ત્યાં પેલી ચક્રવાકીએ જવાળામાં સીધું પડતું જ મૂક્યું, અને જીવતી ભડભડ સળગતી બળી મરીને ખાખ થઈ ગઈ ! આ જોઈને મને પારાવાર પસ્તાવો થયો. “અરેરે ! આ મેં શું કર્યું? એક તો ચક્રવાકને વીંધી નાખ્યો ! અને બીજું આ બિચારી ચક્રવાકીને બળીને આપઘાત કરવાનો પ્રસંગ આપ્યો ! ઓહો ! પક્ષી જાતિમાં પણ કેટલો બધો પ્રિય પર પ્રેમ હશે ? કે એકના વિના હવે બીજું પક્ષી જીવંત રહેવા તૈયાર નથી ! ને બળી મરવાનું કારણું દુઃખ વધાવી લે છે ! ત્યારે દેખાય છે કે એને જીવંત બળી મરવાનાં દુઃખ કરતાં પ્રિયના વિયોગનો સંતાપ-પશ્ચાત્તાપ કેટલો બધો જવલંત હશે કે સમજે છે કે હું જીવંત રહી જિંદગીભર વિયોગનાં એ પ્રબળ સંતાપનાં દુઃખમાં બળ્યા કરું, એના કરતાં આ અગ્નિમાં તત્કાલ બળી મરવાનું દુઃખ ઓછું.” આવો આત્મભોગ આપનાર અજ્ઞાન પંખેરા કરતાં ય બહુ બુદ્ધિવાળો અને સમજદાર હું મનુષ્ય પ્રાણી ગયો? કે મેં આ ઘોર પાપ કર્યું ! ખરેખર પંખેરા કરતાં પણ અધમાધમ ગણાઉં. માટે આનાં પ્રાયશ્ચિત્તમાં બીજું શું કરું ? હવે મારે જીવી શકાય જ નહીં ! પારધીનાં કેટલાં પાપ ? : (1) એક તો ઉપકારી પિતાની આજ્ઞાનો ભંગ ! અને (2) બીજું, બંને પંખરાનો અતિ દુઃખદ ઘાત ! (3) ત્રીજું, બંનેનું મોત કરતાં પણ પરસ્પરનાં વિયોગનો જાલિમ સંતાપ ! આ બધું કરનાર મારાથી આ પૃથ્વી ભારે મરે છે ! તેથી બહેતર છે કે “હું પણ જીવનનો અંત લાવું. ભલે અગ્નિદાહની થોડી વાર લાય સહવી પડે !' એમ વિચારી એ ભડભડ સળગતી ચિંતામાં મેં પણ ઝંપલાવી દીધું.” પારધી જ્યારે આ કહી રહ્યો છે, એ વખતે ચક્રવાક-પમદેવને જાતિસ્મરણ કર્મ ! તારી ગતિ ન્યારી 313
SR No.032828
Book TitleKarm Tari Gati Nyari Tarangvati
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2015
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy