SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ તારી ગતિ ન્યારી.” જોજો આ તો એમને જ થયું, આપણને કાંઈ ન થાય.- એમાં ઊંધતા નથી રહેવાનું. કર્મને ત્યાં વારા પછી વારો છે, એમ સમજીને અનિષ્ટ કર્મ ઉદયમાં આવી તોફાન મચાવે એ પહેલાં ચેતી જઈ ભરપૂર ધર્મપ્રવૃત્તિ કરવા ઠામઠામ આ જ ઉપદેશ આવે છે કે ભરચક ધર્મપ્રવૃત્તિ કરો.' ત્યારે આજની પરિસ્થિતિ જોઈએ તો એવી દેખાય છે કે શ્રાવકના દૈનિક અને પર્વતિથિના ત્યાગ તપ ક્રિયાદિના આચારો અનુષ્ઠાનો ધર્મપ્રવૃત્તિમાં તેમજ જીવજતના ન્યાયનીતિ ભક્ષ્યાભઢ્ય વિવેક આદિની ધર્મપ્રવૃત્તિમાં ખૂબ જ છાસ આવ્યો દેખાય છે. એવું જ ચૈત્યવંદન માળા સામાયિક પ્રતિક્રમણાદિ કરનારમાં પણ સૂત્ર અર્થ પર ઉપયોગ, વાંદણાંના 25 આવશ્યક, 17 સંડાસા વગેરે વગેરેમાં સારો એવો પ્રમાદ સેવાય છે. જો મોક્ષઆશય પર જ ખૂબ ભાર ને એને જ પ્રધાનતા અપાય, પરંતુ ભરચક શાસ્ત્રો જે ધર્મપ્રવૃત્તિને પ્રધાનતા આપે છે, એ ન અપાય, તો આમાં સુધારો શી રીતે થાય ? મોક્ષના આશયને પ્રધાનતા આપવાથી પુષ્કળ ધર્મપ્રવૃત્તિઓનું જોમ નથી ઊભું થતું. એ તો ધર્મપ્રવૃત્તિઓને પ્રધાનતા આપ્યાથી જ ઊભું થાય; અને ધર્મ ખૂબ કરતાં કરતાં મોક્ષના આશયનું જોમ ઊભું થાય છે એ અનુભવસિદ્ધ વસ્તુ છે. લોકિક આશયથી પણ ધર્મપ્રવૃત્તિ કરવા અંગે શ્રી પંચાશક ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રો તો કહે છે કે, હજી મોક્ષનો રાગ ન જાગ્યો હોય, છતાં મુક્તિનો જો અદ્વેષ હોય, તો સૌભાગ્યાદિ માટેની તપધર્મની પ્રવૃત્તિ જીવને આગળ લઈ જાય છે; અનુષ્ઠાનનો રાગ કરાવે છે; માત્ર બોલવાનો નહિ પણ ખરેખર તાત્ત્વિક મોક્ષાશય જગાવે છે. મોક્ષના અષ સાથેની ધર્મપ્રવૃત્તિને નિષ્ફળ કે નુક્સાન કરનારી નહીં, પરંતુ સફળ કહી છે, ઉન્નતિકારક કહી છે. આટઆટલા શાસ્ત્રો જયારે મોક્ષ આશય પર ભાર નહીં, પરંતુ મોક્ષના અષપૂર્વક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર ભાર મૂકે છે. પછી ભલે તે પ્રવૃત્તિ પ્રારંભે લૌકિક ફળની આશંસાથી ય કરાતી હોય, ત્યારે ધર્મપ્રવૃત્તિ પર ભાર મૂકવાને બદલે મોક્ષના આશય પર ભાર મૂકવાનું કરાય, એ કેટલા બધા શાસ્ત્રોને ઓળવવાનું અને અવગણવાનું થાય ? “ઉત્તરાધ્યયન' સૂત્રની પાઇય ટીકામાં વાદી વેતાલ શાંતિસૂરિજી મ. સ્પષ્ટ લખે છે કે “જો તમને વિષયોની પણ અભિલાષા હોય, કર્મ ! તારી ગતિ ન્યારી 279
SR No.032828
Book TitleKarm Tari Gati Nyari Tarangvati
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2015
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy