SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વસેન મહારાજા, વામાદેવી માતા અને પ્રભુના પત્ની પ્રભાવતી મોટી ઋદ્ધિપૂર્વક સામૈયું લઈ પ્રભુને વાંદવા ગયાં. પ્રદક્ષિણા આપી, વંદન કરી, દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા બાદ અશ્વસેન મહારાજા, વામાદેવી માતા અને પ્રભાવતી આ ત્રણેએ પ્રભુના હાથે દીક્ષા ગ્રહણ કરી, દસ ગણધરોની અને બીજી અનેકની દીક્ષા એ સમયે થઈ. આ રીતે પ્રભુના કેવળજ્ઞાન સુધીની વાતો આપણે કરી ગયા. આજે રાતના એક મહત્ત્વનો પ્રસંગ થવાનો છે. જો કે એમાં તમે હાજર રહી શકો નહિ. એ શાસનની મર્યાદા છે માટે. એ પ્રસંગ પરમાત્માની અધિવાસના અને અંજનશલાકાની મહાન ક્રિયાનો છે. આચાર્ય ભગવંતોના વરદ હસ્તે શુભ મુહૂર્ત દરેક બિંબોના વિશિષ્ટ મંત્રન્યાસાદિ પૂર્વક અંગસંસ્કાર કરવામાં આવશે. ત્યાર બાદ દરેક બિંબને અંજન કરવામાં આવશે. પાંચે શ્રેષ્ઠ રત્નો વગેરેના ચૂર્ણને સાકર-ગાયનું ઘી વગેરે ઉત્તમ દ્રવ્યો અને ઔષધિની સાથે એક ઘૂંટ કરીને આ અંજન બનાવાય છે. જેને સોનાની શલાકા અર્થાત્ સળી દ્વારા દરેક બિંબની આંખોમાં આંજવામાં આવે છે. આ ક્રિયા કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણીસ્વરૂપ હોય છે. પ્રભુને કેવળજ્ઞાન-કેવળદર્શનની આ સાથે પ્રાપ્તિ થઈ એમ જાહેર કરવામાં આવે છે. આજે રાત્રે એ સઘળી વિધિ કરવામાં આવશે. ત્યારબાદ વહેલી સવારે પરમાત્માનું પ્રથમ સમવસરણ મંડાશે. ઈન્દ્ર, પરમાત્માની ભાવવાહી સ્તવના કરશે અને પરમાત્મા વતી પ્રતિષ્ઠાકારક આચાર્યે પ્રથમ દેશનાનો કલ્પ પણ કરવાનો હોય છે. ત્યારબાદ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરાશે. પ્રભુ સિદ્ધ-બુદ્ધ-મુક્ત-નિરંજન બનશે. ઈન્દ્ર મહારાજાદિ દ્વારા પ્રભુનો 108 કળશોથી અભિષેક કરાશે અને એ રીતે પાંચે પાંચ કલ્યાણકોની ઉજવણી પૂર્ણ થશે. એ સાથે જ એ પરમતારકના બિબો પૂજ્યત્વને પામશે. સાક્ષાત્ પરમાત્મસ્વરૂપને પામશે, જેનું આલંબન લઈને આપણે તરવાનું છે. ત્યારબાદનો એક પણ દિવસ એમના પૂજા વિનાનો નહિ હોય. આજના ઉજવણી પ્રસંગમાં કુળમહત્તરા અને ભગવાનના માતા-પિતા બનેલા પુણ્યાત્માઓને પ્રભુના વિરહની જે સંવેદનાઓ પ્રગટી છે, તે આપણે નજરોનજર જોઈ શક્યા છીએ. આટલા ટૂંકા ગાળાના પરમાત્મ બિંબ માત્રના જ સહવાસથી એ ઉજવણી વખતે આટલી ભાવ- સંવેદના સ્પર્શતી હોય તો જે પુણ્યાત્માઓએ પરમાત્માને ખરેખરો જન્મ આપ્યો હોય, બાલ્યકાળથી એમની જોડે રમતગમત, -- પર અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy