________________ પરિશિષ્ટ-૨ પંચકલ્યાણકાદિના સાર્થ શ્લોક ચ્યવન કલ્યાણક सुकृतकरणदक्षः, पञ्चमुख्यः समस्तः, सकलदुरितनाशः, छिन्नदुष्कर्मपाशः / विमलकुलप्रवृद्ध्यै, देवलोकाच्च्युतः श्री नियतपदसमुद्ध्यै, मानुषेऽर्हन् सदा त्वम् / / 1 / / તીર્થકર નામકર્મની નિકાચના પછી નિતાંતે સુકૃત કરવામાં પ્રવીણ, પંચ પરમેષ્ઠિમાં મુખ્ય, પરિપૂર્ણ, સર્વદુ:ખોનો નાશ કરનાર, દુષ્કર્મોના બંધનોને તોડનાર અરિહંત ભગવંત ! તમે નિર્મળ કુળની પ્રકૃષ્ટ વૃદ્ધિ કરવા તથા લક્ષ્મી અને મુક્તિની સમૃદ્ધિ પ્રગટ કરવા દેવલોકમાંથી મનુષ્યપણામાં ચ્યવન પામ્યા છો. रत्नत्रयालङ्करणाय नित्य-मच्छायकायाय निरामयाय / निःस्वेदतानिर्मलतायुताय, नमो नमः श्रीपरमेश्वराय / / 2 / / રત્નત્રયીને અલંકારરૂપે ધારણ કરનાર, હંમેશા નિર્મળ દેહવાળા, રોગ રહિત, પરસેવો-મળ વગેરેથી રહિત એવા પરમ ઐશ્વર્યને ધરનારા પરમાત્માને નમસ્કાર થાઓ. જન્મ કલ્યાણક संसारदुमदावपावकमहा-ज्वालाकलापोपमं, ध्यानं श्रीमदनन्तबोधकलितं त्रैलोक्यतत्त्वोपमम् / श्रीमच्छ्रीजिनराजजन्मसमय-स्नानं मनःपावनं; कुम्भैनः शुभसम्भवाय सुरभि-द्रव्याढ्यवाःपूरितैः / / 1 / / સંસારરૂપી વૃક્ષના જંગલને બાળનાર અગ્નિની જ્વાળાઓના સમૂહ તુલ્ય, આત્મલક્ષ્મીને ધરનારા અરિહંતોના અનંતબોધથી શોભતું અને ત્રણે લોકમાં સારભૂત પરમાત્માનું ધ્યાન અને સુગંધી દ્રવ્યોથી ભરપૂર એવા જળથી ભરેલા કુંભો વડે કરાતું, મનને પવિત્ર કરતું આધ્યાત્મિક લક્ષ્મીવાળા જિનેશ્વરના જન્મસમયનું સ્નાન અમારા કલ્યાણ કરનારા થાઓ. અંજનશલાકાનાં રહસ્યો 124