________________ ઝનૂનપૂર્વક દોડવાને કારણે ઝડપ પણ તીવ્ર હતી. તપશ્ચર્યાઓથી કૃશ થયેલ શરીર આ ઘા જીરવી ન શક્યું. માથે અથડાતા જ મગજમાં કેક પડી. બ્રેઈન હેમરેજ થયું. લોહીના ખાબોચિયામાં મહાત્માનો દેહ ત્યાંનો ત્યાં ઢળી પડ્યો. અને આત્મા ચાલી નીકળ્યો. નાની વાતનો કેવો કરુણ અંજામ ! વાત આટલેથી અટકતી નથી, મહાત્માએ મરતા મરતા આત્મામાં ગુસ્સાના સંસ્કાર પાડી દીધા. કર્મસત્તા પાસેથી ગુસ્સાની લોન લેવાનું શરૂ કરી દીધું હતું. પછીના ભાવમાં પણ લોન લેવાનું તે સંસ્કારના પ્રતાપે શરૂ જ રહેવાનું હતું. નવા ભવમાં પ્રારંભિક અવસ્થા તો સામાન્ય રીતે જ વીતી. ઉંમરલાયક થયા પછી પૂર્વભવના દીક્ષાના સંસ્કારના પ્રતાપે આ ભવમાં પણ સંસારનો ત્યાગ કર્યો. પણ, નસીબ ખરાબ કે જિનશાસનમાં પ્રવેશ ન મળ્યો. કૌશિક તાપસ થયા. આખી જિંદગી સંયમની આરાધના કરી હતી તેના પ્રતાપે ફરીથી માનવભવ પ્રાપ્ત કરવામાં તે સફળ થયા. પણ અંત સમયે ક્રોધની લોન લેવાની પડી ગયેલી કુટેવ એ મોંઘેરા માનવભવને નકામો બનાવી દે છે. કૌશિક તાપસ પાસે એક આશ્રમ છે. આશ્રમની આસપાસ એક સરસ મજાનો બગીચો પણ તેમણે ખીલવ્યો છે. ઘણી મહેનત કરી બગીચાને જાળવ્યો હતો. ગામની નજીકમાં જ આશ્રમ હોવાથી ઘણાં લોકો આશ્રમમાં અવર જવર કરતા. થોડા અળવીતરા લોકો બગીચાને નુકસાન પણ પહોંચાડતા. ત્યારે કૌશિક તાપસનો ગુસ્સો કાબૂ બહાર જતો રહેતો. બગીચાનો બગાડ તેનાથી સહ્યો જાય નહીં. આ બહાને કર્મસત્તા પાસેથી ક્રોધની લોન લેવાનું વધતું જતું હતું. એમાં રાજકુમારોને આ બગીચો ફાવી ગયો હતો. વારે-તહેવારે આવી બગીચાને નુકસાન પહોંચાડી જતા. કૌશિક તાપસની નજર બહાર કશું જ નહતું. એટલે રાજકુમારો ઉપરનો તેમનો ગુસ્સો ગુણાંકમાં વધે રાખતો હતો. માનો કે હવે તો લોનના રૂપિયા ઘરના રૂપિયાની જેમ ઉડાડી રહ્યો હતો. એક વાર રાજકુમારો આવી બગીચાના ફળો ઝાપટી 64