________________ ટીચાવાના તથા પીટાવાના જાલિમ દુઃખો પણ તેના નસીબમાં કોતરાઈ જાય છે. જો આગને તિલાંજલિ આપી સ્વયં શીતળતાનો, પોતાના મૂળભૂત સ્વભાવનો આશ્રય કરે તો ન ઉકળાટનો અનુભવ થાય, ન તો ટીપાવાના દુઃખો સહેવાના આવે. પણ, આટલું સમજાવું તો જોઈએ ને ? જો એ ઉકળાટને જ પોતાની સફળતાનું કારણ માની રહેલ હોય તો તે લોખંડને કોણ બચાવી શકે? જે પોતાને પડી રહેલા દુઃખને સ્વીકારવા જ તૈયાર ન હોય તે લોખંડને કોણ ઉગારી શકે ? જો કે ભઠ્ઠીમાં ઉકળતું લોખંડ નિર્જીવ છે. છતાં આ વાત આપણે આત્મામાં શબ્દશઃ લાગુ પાડી શકીએ છીએ. આત્મા પણ સ્વયં શીતળ છે. સિદ્ધઅવસ્થામાં જ્યારે એ પોતાના મૂળભૂત સ્વભાવમાં છે, ત્યારે તો અતિશીતળતાનો સ્વામી છે. પણ, સંસારી અવસ્થામાં રહેલો આત્મા ક્રોધાદિ કષાયોની અને કર્મોની આગમાં પ્રવલી રહ્યો છે. આ આત્મા જ સામે ચાલીને ક્રોધાદિ કષાયોને બોલાવી લાવે છે. અને એ ક્રોધાદિ આગને અંદર આપેલો પ્રવેશ આખરે આત્માનું જ ધનોત પનોત કાઢી નાખે છે. જેમ લોખંડ લાલચોળ થઈ જાય તેમ આત્મા પણ કર્મની અને કષાયની આગમાં અનાદિ કાળથી તપી ઉઠ્યો છે, ભારે ઉકળાટ સહી રહ્યો છે. શીતળતાનો સ્વામી અને શીતપ્રદેશ જેવી સિદ્ધશિલા જેનું મૂળભૂત નિવાસસ્થાન છે, તેવો આ આત્મા આવી ભયાનક આગ શી રીતે સહી શકે ? અત્યંત રીબાય છે. પણ, એની ચીસને સાંભળે કોણ ? એના ત્રાસને સંવેદે કોણ ? જેટલી વાર આ આત્માએ કર્મને પ્રવેશ આપ્યો છે, તેટલી વાર તેનો જ ત્રાસ વધ્યો છે. છતાં કેમ આત્મા તેને વારે ને વારે નિમંત્રણ આપ્યું જ રાખે છે ? આગને પ્રવેશ આપવાની ભૂલ કરી બેસેલ લોખંડ જેમ ટીપાય પણ છે, ટીચાય પણ છે, પીટાય પણ છે તેમ આ આત્માએ કષાયોની આગને અંદર પ્રવેશવાની છૂટ આપી દીધી અને નરકની જાલિમ વેદનાઓ લલાટે લખી દીધી. જેની કલ્પના કરતાં પણ રૂંવાટા ઊભા 57