________________ આપણા મૂળ સ્વભાવમાં દગાવૃત્તિ, વિશ્વાસઘાતની વૃત્તિ, છળ, કપટ, માયા, પ્રપંચ, ગુસ્સો, અભિમાન, લોભ, ઈર્ષા, દ્વેષ, બદલો લેવાની વૃત્તિ જેવા એક પણ અનિષ્ટ તત્ત્વનો પ્રવેશ નથી. અને અત્યારે આ બધાં ભારે અહિતકારી તત્ત્વો આપણા આત્મામાં ડેરા-તંબૂ તાણી પડ્યા-પાથર્યા છે. આપણે જ તેના ભરણ-પોષણની જવાબદારી સંભાળીએ છીએ. એમાંય આ ક્રોધ નામનો શત્રુ તો ભારે અનિષ્ટકારી છે. આપણો મૂળ સ્વભાવ કેવો રોયલ અને ઉત્તમ છે. આપણા મૂળ સ્વભાવ મુજબ આત્માના પ્રત્યેક પ્રદેશોમાં શાંતિ, ક્ષમા, નમ્રતા વગેરે ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. અને આજે એક ક્ષમાના ગુણને હાંસિલ કરતા પણ દમ નીકળી જાય છે. મનને કેટલું સમજાવવું પડે છે. કેટકેટલું વિચારવું પડે છે. છતાં 100 % સફળતા તો મળતી જ નથી. અબજોપતિના પણ અબજોપતિને એક રૂપિયાના ફાંફા ? જાણે સાગરને પાણીના વાંધા ! સૂર્યને ગરમીની અછત ! ચંદ્રને ચાંદનીની ખોટ ! મૂળે આપણો આખો પિંડ ગુણમય છે. સિદ્ધાવસ્થા એ જ આપણું સ્વરૂપ છે. છતાં આજે આ કર્મસત્તાએ આપણી બદ કરતાંય બદતર હાલત કરી દીધી છે. રસ્તે રખડતા ભિખારી જેવી દયનીય દશા આ કર્મસત્તાએ કરી છે. રાન-રાન ભટકતા માનવી જેવી શોચનીય હાલત આ કર્મસત્તાએ કરી છે. છતે અનાજે ભૂખ્યા જેવી પરિસ્થિતિ છે આપણી. છતે કપડે નગ્ન જેવી હાલત છે આપણી. આપણો આખો ગુણવૈભવ આ ક્રોધાદિ જાની દુશ્મનોએ દબાવી દીધો છે. આપણે હવે એની વ્યાજ સાથે વસૂલાત કરવી છે. જેટલી વાર મેં ક્રોધને આશરો આપ્યો છે, મારા અપમાનાદિનો બદલો લેવા મેં ક્રોધનું શરણું લીધું છે, ત્યારે ત્યારે ગરજાઉ ઘરાકની જેમ મને લાલચુ શેઠિયા જેવા એ ક્રોધે લૂંટ્યો છે, ભયંકર રીતે મને પર