________________ નિર્દોષ જ છે. મારે તેની ઉપર ગુસ્સો કરવાની જરૂરત જ શી ?" - આ વિચારણાને વારે વારે ઘંટવી. તથા ગયા ભવોમાં વાવેલા બાવળના બીનું દુષ્પરિણામ આ ભવમાં અસહ્ય રીતે સહેવું પડે છે, તો આ ભવમાં તો બીજની વાવણીમાં લેશ પણ થાપ ખાવી નથી - આટલું તો નક્કી કરી જ લો. જો સામેવાળા ઉપર ગુસ્સો કર્યો તો તો પાછું બાવળનું બી વાવી રહ્યા છો. એના કાંટા તો આવતાં ભાવોમાં કેવા દુઃસહ થઈ પડશે ! ના, હવે બાવળના કાંટા નથી વાવવા. ક્ષમાના આંબાની ગોટલી જ વાવવી છે. ખેડૂત સ્પષ્ટ સમજે છે કે ઘઉંના બી વાવવાના હોય તેમાં કરકસર ન કરાય. જેટલા વધુમાં વધુ વવાય તેટલા વાવી દેવાના હોય. ખાવા માટે જોઈએ એટલાં જ વપરાય અને વેડફાય તો એક પણ દાણો નહીં. મતલબ કે, વાવવાના વધુમાં વધુ, વાપરવાના ઓછામાં ઓછા, વેડફવાના બિલકુલ નહીં. જો વાવવામાં કસર રાખી તો લણતી વખતે રડવાના દિવસો આવે. જો “વાવવાના ઓછામાં ઓછા, વાપરવાના બને તેટલા અને વેડફવાના વધારેમાં વધારે' - આ ગણિત ખેડૂત અપનાવે તો તેના માટે રડવાના દિવસો, દુઃખી થવાના દિવસો, ભૂખે મરવાના દિવસો દૂર નથી. ખેતીના ક્ષેત્રનું આ ગણિત તો તમારા મગજમાં બરાબર સમજાઈ ચૂક્યું છે. પણ, આ ગણિત ધર્મના ક્ષેત્રે હજુ લાગુ પાડ્યું નથી. મને મળેલ શરીર, સંપત્તિ, વાચા શક્તિ વગેરેની હું વાવણી કરું છું, વપરાશ કરું છું કે વેડરું છું' - આવું વિચારવાની પણ તસ્દી કેટલી લીધી ? જે કરો અને વસ્તુ ઊગી નીકળે તે વાવ્યું કહેવાય. સંપત્તિ, શરીર વગેરેનો જો આત્માના ઉત્થાન માટે, સંઘ-શાસનની સેવામાં ઉપયોગ કરવામાં આવે તો તે સંપત્તિ વગેરે વાવ્યા કહેવાય. કુટુંબ-પરિવાર વગેરેની અનિવાર્ય જરૂરિયાતોને પૂરી પાડવા માટે જ સંપત્તિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે તે સંપત્તિનો વપરાશ કર્યો કહેવાય. 42