________________ પડવાની છે તે તો નફામાં... ક્રોધની કેવી ઉત્તમ ભેટ ! ક્વોલિટી પણ જોરદાર !, ક્વોન્ટીટી પણ જોરદાર ! જો પસંદ હોય આવી ભેટ, ગમતા હોય આવા દુઃખો, તો ખરીદો, મોહરાજાની કંપનીના ક્રોધના શેર ! સંક્લેશ, દુઃખ, પીડા... આ બધું મળશે જ, ડિવિડન્ડ આપવામાં મોહરાજાની કંપની બહુ પાકી છે. એ દગો નહીં કરે. ડિવિડન્ડ મળશે જ. પણ આવું. ગેરંટી છે તેની. આની સામે ધર્મરાજાની ક્ષમાના શેરનું ડિવિડન્ડ તો જુઓ. દુશ્મન પણ તમારા ચરણો ચૂમે. ભલભલી વ્યક્તિઓ આ ક્ષમાના કામણથી વશ થાય છે. આ શેરના ડિવિડન્ડ તરીકે ધર્મમહાસત્તા * દુશ્મનને પણ દોસ્ત બનાવી આપશે. * આંખમાં આગની જગ્યાએ અમી અને ઠંડકને સ્થાન આપશે. સહુના વિશ્વાસપાત્ર ઠેરવશે. * ઝેરની જગ્યાએ અમૃતનું દાન કરશે. * આંખે દેખ્યા વૈરની જગ્યાએ સુલેહનું વાતાવરણ સર્જશે. * ભાઈ-ભાઈના, સાસુ-વહુના, દેરાણી-જેઠાણીના ઝઘડાઓ નાબૂદ થશે. યાદ રહે! કદાચ તમારી ક્ષમાને કારણે સામેવાળાને ફાવતું મળે, તમને વધુને વધુ સંભળાવે, તમારે ઘણું સહન કરવું પડે... આ બધું શક્ય છે. પણ, આ ધર્મરાજાની કંપની છે. ત્યાં દેર' હોઈ શકે છે. અંધેર' કદાપિ નહીં. ફળ મળવામાં ડિલે થઈ શકે છે. ફળ “ડિમોલિશ' કદી નથી થતું. ધીરજ રાખો. ફળ અવશ્ય મળશે જ મળશે. ગેરંટી ખુદ તીર્થંકર પરમાત્મા આપે છે. ક્ષમાના મીઠા ફળ ચાખવા હોય તો આજથી સંકલ્પ કરી દો “ક્રોધના ઝેર કરતાં હવે ક્ષમાના અમૃતને મારે આવકાર આપવો છે. * 38