________________ સ્પષ્ટ દેખાય છે કે - ક્રોધના શેર ખરીદનાર પસ્તાય છે. ક્ષમાના શેર ખરીદનાર પ્રસન્ન હોય છે. પસંદગી તમારી છે. કોને પસંદ કરશો ? ધર્મમહાસત્તાની કંપનીના શેરને કે મોહરાજાની કંપનીના શેરને ? જ કોતરી દો મગજમાં - “મોહસત્તાની કંપની દેવાનું કાઢનારી, અવિશ્વાસુ છે. તેના ક્રોધ વગેરે શેર લેવામાં મારું કલ્યાણ નથી.” શેરબજારનો બીજો સિદ્ધાંત વિચારો. મંદીના સમયમાં તેજીના ભાવ મુજબ શેર ન ખરીદાય. મોહરાજાની પાસેથી શેર ખરીદનારે મંદીના સમયમાં પણ તેજીના ભાવ પ્રમાણે જ રકમ ચૂકવવી પડે છે. તમે ક્રોધનો શેર ક્યારે ખરીદો ? જ્યારે દીકરો તમને પ્રતિકૂળ થાય, પત્ની વાંકી ચાલે, નોકર કહ્યામાં ન હોય, ઘરાક પેમેન્ટ સમયસર ચૂકવવા તૈયાર ન હોય, કોઈ તમારી સાચી પણ વાત માનવા તૈયાર ન હોય... આવાઆવા કારણોસર તમે ક્રોધના શેર ખરીદવા તૈયાર થઈ જાઓ છો. આ તમારો મંદીનો સમય છે. કારણ કે પુણ્યની મંદી ચાલે ત્યારે તો ઉપર જણાવેલી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો પુણ્ય પારવું હોય તો આવા અપમાન વગેરેના પ્રસંગ કેવી રીતે બને ? હવે મોહરાજાની બદમાશી જુઓ. આવા સમયે ક્રોધ કરતી વખતે તમારે તમારું અઢળક પુણ્ય ખરચવું પડે છે. જો ક્ષમા વગેરે રાખવા દ્વારા થોડું વધારે પુણ્ય એકઠું કરો તો દીકરો કહ્યાગરો થઈ જ જવાનો. જ્યારે ક્રોધ કરવા દ્વારા દીકરો કહ્યાગરો થાય તેની કોઈ ખાતરી મળતી નથી, અઢળક પુણ્ય તો ખર્ચાઈ જ જાય છે. મબલખ પુણ્ય લઈ તમને ગુસ્સાનો એક શેર મોહરાજા આપે છે - આ વાત ન ભૂલો. તમને એમ લાગે છે કે - મેં ગુસ્સો કર્યો. માટે, દીકરો મારું માની ગયો. બાકી ન માનત. પણ, આ ભ્રમણા છે. તમે ગુસ્સો કર્યો માટે નહીં. પણ તમારું પુણ્ય હતું માટે તમારો ગુસ્સો દીકરો ખમી લે છે. જે દિવસે તમારું પુણ્ય પરવારશે ત્યારે દીકરો પણ તમારું સાંભળવા તૈયાર નહીં હોય. 32