________________ આવડે તો પણ તમારો બેડો પાર થઈ જાય. જેટલો ત્રાસ રોગને વિશે અનુભવાય છે, તેટલો ત્રાસ ક્રોધાદિ દોષોને વિશે અનુભવાય તો જ ક્રોધાદિ દોષોની ખરા અર્થમાં ચિકિત્સા થઈ શકે, ક્રોધાદિ દોષોથી મુક્તિ મળી શકે. હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ પાછો આવ્યો - આવી પરિસ્થિતિ ન સર્જાય તેની તકેદારી રાખવાની છે. આવો દુર્લભ માનવભવ, ઉત્કૃષ્ટ દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ, આર્યકુળ વગેરે ઉત્તમોત્તમ સામગ્રી પામીને પણ જો કશું જ મેળવવાનું ન હોય, જો કશો જ ફાયદો થતો ન હોય તો આ માનવભવ મળ્યો તેનો મતલબ શું ? ક્રોધનો રોગ ખતમ કરવો જ છે. તેને ખતમ કરવા માટેના નક્કર પગલા ભરવા જ છે. આવો કોઈક સંકલ્પ પ્રગટે અને તેને સાકાર કરવા નક્કર પ્રયાસો આરંભાય તો જ કંઈક ઠેકાણું પડે, તેવી શક્યતા છે. - અત્યાર સુધીની તમામ પોલિસી એ ક્રોધના રોગને કાઢવા માટેની ચિકિત્સા પદ્ધતિ છે. જો ખરેખર ક્રોધ પ્રત્યે ત્રાસ પ્રગટ્યો હશે. અંતરથી ક્રોધ પ્રત્યે ધિક્કાર પેદા થયો હશે, રોમ રોમમાં ક્રોધ પ્રત્યે બળવો પ્રગટ્યો હશે, ક્રોધની પીડા અંદરમાં અનુભવાતી હશે, તેનાથી છૂટકારો મેળવવાની ઝંખના તીવ્ર બની હશે, હવે તેની સાથે રહેવું, અર્થાત્ ક્રોધ કરવો અસહ્ય થઈ પડતો હશે તો જ પૂર્વેની કોઈક પોલિસી ક્રોધનું તાત્કાલિક ઠેકાણું પાડી શકશે. “હું દર્દી છું, ક્રોધ મારું દર્દ છે' - આવી સંવેદના જ ક્યાં પ્રગટી છે ? ક્રોધનું દર્દ ખટકે ખરું ? ટાઈફોઈડ ખટકે છે. માટે તેની ચિકિત્સા પદ્ધતિસર કરાવશો, ઉત્સાહથી કરાવશો. પણ, ક્રોધનું દર્દ હજુ એટલું ખટકતું નથી. માટે વારેવારે ઉત્સાહ મંદ પડી જાય છે. વારેવારે ક્રોધને અટકાવવાના પ્રયાસો નિષ્ફળ જાય છે. જો અંતરમાં ખરેખર ઝંખના પ્રગટી હોય, ક્રોધ દર્દ તરીકે અનુભવાતો હોય, જાત દર્દી તરીકે અનુભવાતી હોય તો જ ક્રોધની અંતિમ ઘડી આવે તેવી શક્યતા છે. તો જ અત્યાર સુધીની કોઈ એકાદ પોલિસી પણ સારી રીતે અપનાવવાનું મન થશે. જો ક્રોધની ખટક મનમાં 413