________________ જ ભૂતકાળમાં થઈ ગયા છે. મતલબ કે પ્રતિકૂળતાને સહેવું એ આ કાળમાં, આ સંઘયણમાં અશક્ય તો નથી જ. મનોબળ દૃઢ કરવાની જરૂરત છે. હવે બહાના કાઢવાનું છોડી દો. એક લક્ષ્ય સાથે તકલીફો સહેવાનું શરૂ કરો. પ્રસન્નતા ટકાવવાનું નક્કી કરો. ગમે તે પ્રસંગમાં પ્રસન્નતા, સ્વસ્થતા અકબંધ રહે તે માટેના સઘન પ્રયાસો શરૂ કરો. બાકી આ ક્રોધ તો તમારી પાયમાલી નોતરી લાવશે. બધી રીતે પાયમાલ કરી દેશે. અધ્યાત્મ જગતની તમારી પાયમાલી તો સંસારમાં અનંત કાળની રખડપટ્ટી વધારી દેશે. ભવિષ્યમાં સારો માનવભવ, સારું કુળ, સારું શરીર... આ બધી મોક્ષપ્રાપક સામગ્રી મળશે શી રીતે ? ક્ષમા, નમ્રતાની કમાણી વિના તો ભવિષ્ય અંધકારમય જ છે. માટે હવે ક્રોધને આજથી જ તિલાંજલિ આપવાનું શરૂ કરી દો ! ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “જો અધ્યાત્મજગતમાં દોષોના દેવાદાર ન થવું હોય, સર્વતોમુખી પતનનો ભોગ ન બનવું હોય તો ક્રોધને વહેલામાં વહેલી તકે દેશવટો આપે જ છૂટકો છે !" ડિફોલ્ટર પોલિસીનો આ સંદેશ જીવનમાં ક્રોધને દૂર કરવા માટેનો અમોઘ મંત્ર બની રહો ! 403