________________ 7 વાર પૃથ્વીને નિઃક્ષત્રિયાણી કરી. આખા જગત ઉપર ધાક જમાવી દીધી. જગતના તમામ ક્ષત્રિયો પોતાના એકલાથી હારી ગયા અને મોતને શરણ થયા. નાનું છોકરું પણ પોતાનું નામ સાંભળી રડતું બંધ થઈ જતું. સહુ પોતાને માન આપે છે - ક્રોધના આટ-આટલા ફાયદા મળ્યા. પણ પરિણામ ? ૭મી નરકનું જાલિમ દુઃખ ! આખી દુનિયાને ધ્રુજાવવાની જે ક્ષણજીવી મજા લેવા ગયો તેના પરિણામે ૭મી નરકમાં ચિરકાળ માટેની સજા ઠોકાઈ ગઈ. જે જે પણ મજા ક્રોધ કરવા દ્વારા મળે છે તે કબૂતરને શિકારીના દાણા ખાવા દ્વારા મળતી મજા બરાબર છે. એક-બે પળની તે મજા માણ્યા બાદ જાળમાં ફસાવું પડશે. કબૂતર દાણા ખાવાની ભૂલ કરે તો તેણે એક જ ભવ ગુમાવવાનો થાય છે. પણ, ક્રોધના દાણા ખાવાની ભૂલ કરનારના તે અનેક ભવો અને કદાચ અનંતા ભવો બગડે છે. “એકવાર એને ય બતાવી દઉં, એ બેટો ય જીંદગીભર યાદ રાખે કે - “મનેય સવાશેર મળ્યો'તો, શેરના માથે સવાશેર હોય છે ખરા.” બીજી વાર આવું બોલતા લાખવાર વિચાર કરે” - આવા પ્રકારના ટેમ્પરરી લાભને, ફાયદાને નજર સમક્ષ રાખનારી મનોવૃત્તિ જો રાખશો તો કદાચ ટેમ્પરરી મજા મળશે. પણ પછી પરમેનેન્ટ દુઃખ આવ્યા વિના નહીં રહે ! અનંતા ભવોનું દુઃખ લમણે પટકાયા વિના રહેવાનું નથી. જે કબૂતર અનાજના દાણાની મજા છોડે તે અનાજના દાણાની મજા નથી છોડતો, પરંતુ પોતાને ખતમ કરી દેનાર, પોતાનો જાન લઈ લેનાર સજાથી બચી જાય છે. જો “મારો રોફ જામી જાય, મારો રુઆબ પડે, બધાં મારી શેહમાં રહે....” આવા પ્રકારની ટેમ્પરરી મજા છોડવાની તૈયારી આવે તો અનંત કાળ સુધીની રખડપટ્ટીની સજામાંથી પણ તે છૂટી જાય છે. વળમિત્તતમવું, વિરલુમવું' ક્રોધનું સુખ ક્ષણ વારનું છે. તેના દ્વારા ઉત્પન્ન થતું દુઃખ અનંત કાળમાટેનું છે. જો ક્ષમા રાખશો, તો અનુત્તરનું 33 સાગરોપમનું સુદીર્ઘ આયુષ્ય હાથવગું છે. અને ક્રોધ પણ જો અતિની હદે કર્યો તો ૭મી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ 33 સાગરોપમનું જ છે. ક્ષમામાં કદાચ થોડા સમયનું દુઃખ મળશે. 392